ARAVALLIMEGHRAJ

મેઘરજ : લાલપુર (કુણોલ ) ગામે લગ્નનના વરઘોડા માંથી છૂટ્યા પડ્યા પછી આરોપીઓ એ યુવકનું ઢીમ ઢારી દીધું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : લાલપુર (કુણોલ ) ગામે લગ્નનના વરઘોડા માંથી છૂટ્યા પડ્યા પછી આરોપીઓ એ યુવકનું ઢીમ ઢારી દીધું

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનાના લાલપુર(કુણોલ) ગામના યુવક સંજયસિંહ ભીખુસિંહ રાઠોડ ઉંમર 25 ની હત્યાની થયાં ની ઘટના સામે આવી છે ઇસરી પંથકના રેલ્લાંવાડા ચેકપોસ્ટ પાસે આવેલ બિટી છાપરા ગેડ તરફ નદી બાજુમાં પગદંડી રસ્તા પર આ ઘટના સામે આવી છે જેમાં લાલપુર ગામે લગ્નના વરઘોડામાંથી છૂટ્યા પડ્યા બાદ કોઈ પણ કારણસર ઈસમોએ સંજયસિંહ રાઠોડ નામના યુવકના માથાના સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ઈસમો એ હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા,સમગ્ર ઘટનાને લઈ ઇસરી પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી લેવા અરવલ્લી જિલ્લા LCB સહિતની 4 ટીમો દ્વારા તપાસ હાથ ધરી હોવાનું ASP સંજય કુમાર કેશવાલા એ જણાવ્યું હતું.વધુમાં ઘટના બનતા FSL સહીત ડોગસ્કોડ ની ટીમ પણ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી

Back to top button
error: Content is protected !!