અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
જો તમે પણ ખુલ્લામાં કચરો નાખો છો તો ચેતી જજો…તમને પણ મળી શકે છે નોટિસ…અને થઈ શકે છે શિક્ષાત્મત કાર્યવાહી
લોકોમાં સફાઈ માટે જાગૃતતા ફેલાવવા સમજણ બાદ હવે શિક્ષાત્મક પગલા
સમગ્ર દેશમાં સફાઈ અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સ્વચ્છ ભારત બનાવવા અરવલ્લી જિલ્લામાં લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. લોકો જાગૃત થાય અને પોતાની આસપાસ સ્વચ્છતા કેળવે તે માટે તંત્ર દ્વારા લોકોને સમજ આપવામાં આવી. સ્વરછતા રેલી, સાઈકલ રેલી, દોડ, પોસ્ટર, શાળાઓમાં વિવિધ કાર્યક્રમો દ્વારા લોક જાગૃતિના પ્રયાસો કરવામાં આવ્યા.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોડાસા નગરપાલિકા ની પરીફેરી માં આવતી ગ્રામ પંચાયતો અને નગરપાલિકાના સંકલનમાં કચરાના ન્યુશન્સ પોઇન્ટ/બ્લેક પોઇન્ટની ઓળખ કરી તેનો કાયમી નિકાલ થાય તે માટે માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ના માર્ગદર્શનમાં સતત કામગીરી થઈ રહી છે.
જેના ભાગરૂપે આજે BAPS મંદિર પાસે ડુંગરી વિસ્તારના લોકો કચરો નાખે છે.તેવું ખલિકપુર ગ્રામ પંચાયત દ્વારા કચરાના ન્યુશન્સ પોઇન્ટ ના મોનીટર કરવા ઇન્સ્ટોલ કરેલ CC Tv કેમેરામાં કેદ થતાં, નગરપાલિકા સાથે સંકલન કરતાં,નગરપાલિકા દ્વારા જે લોકો બહાર કચરો આજે નાખ્યો છે તેમને શોધીને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ સાંજ સવાર એમ બે ટાઇમ ડોર ટુ ડોર કચરા કલેકશન માટે ગાડી મોકલી કચરો એકઠો કરવા માટેનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.