ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકામા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ રેલ્લાંવાડા ખાતે યોજાઈ ગયો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકામા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ રેલ્લાંવાડા ખાતે યોજાઈ ગયો

*ખેતીવાડી વિભાગની વિવિધ યોજના લાભાર્થીઓને મહાનુભાવો હસ્તે હુકમો વિતરીત કરાયા*

*કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અપાયું*

રાજ્યના ખેડૂતોને રવિ ઋતુમાં ખેતી અને બાગાયતી પાકો વિષે આધુનિક કૃષિ આધુનિકીકરણ અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા આશયથી રાજ્યના તમામ તાલુકાઓમાં આજરોજ બે દિવસીય રવી કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મેઘરજ તાલુકામાં પણ બે દિવસીય કૃષિ મેળો યોજાઈ ગયો જયાં ખેતી ને લગતી વિવિધ માહિતી તેમેજ વિવિધ સ્ટોલો ઉભા કરી ખેડૂતો માર્ગદર્શન મેળવ્યું હતું

 

આ તકે કૃષિ વૈજ્ઞાનિકઓએ ઉપસ્થિત ખેડૂતોને કૃષિ પાયાની સમજ આપી હતી.ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ના રાજયકક્ષા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ઉપરાંત ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવો હસ્તે હુકમો વિતરીત કરવામાં આવ્યા હતાં.

કૃષિ મહોત્સવ નિમિતે કૃષિ, બાગાયત, આત્મા પ્રોજેકટ, પશુપાલન, મિલેટસમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને FPO દ્વારા કિચન ગાર્ડન પ્રદર્શન,સૂક્ષ્મ પિયત પદ્ધતિ, ફાર્મ મિકેનાઈઝેશનના સ્ટોલ ઉપરાંત વિવિધ નાગરિકલક્ષી સેવાઓ આપતા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!