GIR SOMNATHSUTRAPADA
રવિ કૃષિ મહોત્સવ-૨૪ના અનુસંધાનમાં સુત્રાપાડાના પ્રાચી ખાતે કૃષિ મહોત્સવનું આયોજન થયું

રાજ્યમાં અલગ અલગ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આ કૃષિ મહોત્સવ યોજાયો હતો,જે પૈકી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનો તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ પ્રાચી ખાતે તારીખ ૬ અને ૭ ડિસેમ્બરના રોજ યોજાયો હતો.
જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી અને કૃષિ લગતી વિવિધ માહિતી મેળવી હતી અને અલગ અલગ સ્ટોલની મુલાકાત લીધી હતી,જેમાં જી.એસ.એફ.સી એગ્રોટેક લી (સરદાર)ના સ્ટોલના માધ્યમથી પ્રાચી જી.એસ.એફ.સી એગ્રોટેકના ડેપોટ સંચાલક(ડેપોટ ઇન્ચાર્જશ્રી)શ્રી ભાવેશભાઈ સોલંકી તેમજ જી.એ.ટી.એલ જુ.એક્ઝિકયુટિવ હરેશભાઈ પરમાર દ્વારા ખેડૂતોને જી.એસ.એફ.સી એગ્રોટેકની વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટ(પ્રોમ,npk બેકટેરિયા વગેરે),સોઈલ અને વોટર ટેસ્ટિંગ(જમીન અને પાણી ચકાસણી) તેમજ જી.એસ.એફ.સી એગ્રોટેક લી. ની અન્ય એગ્રો પ્રોડક્ટ વિશે વિસ્તારથી માહિતી માહિતી આપી હતી.





