નવસારી એલસીબી પોલીસની ટીમે દારૂનો જથ્થો ભરેલ ટેમ્પા સાથે ચાલકને ઝડપી રૂ-૨૮,૩૬,૪૨૪ નો મુદ્દામાલ જપ્ત કર્યો
MADAN VAISHNAVDecember 7, 2024Last Updated: December 7, 2024
4 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી પ્રાપ્ત માહિતી મુજબ સુરત વિભાગ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક રાધવેન્દ્ર વસ્ત તથા નવસારી જિલ્લા પોલીસવડા સુશિલ અગ્રવાલની<span;> સુચના માર્ગદર્શન હેઠળ વી.જે.જાડેજા,પોલીસ ઇન્સ્પેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ PSI વાય.જી.ગઢવી, PSI એસ.વી.આહીર, PSI આર.એસ.ગાહિલને બાતમી મળતા એલસીબીની પોલીસ ટિમના અ.હે.કો.લલીતભાઈ અશોકભાઇ તથા અ.પો.કો.મનોજકુમાર સમાધાનભાઈ બોરીયાચ ટોલનાકાના નેશનલ હાઇવે નં-૪૮ વોચ ગોઠવી હતી દરમ્યાન બાતમી વર્ણન મુજબનો મુંબઇથી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપરથી ટાટા ટેમ્પો નંબર MH 01 EM 8390 ટેમ્પો આવતા સાઈટમાં ઉભો રખાવી ટેમ્પાની તલાશી લેતા ટેમ્પા માંથી ભારતીય બનાવટની વિદેશીદારૂ વ્હીસ્કી તથા ટીન બીયર મળી કુલ નંગ- ૧૨,૮૧૬ બોટલો જેની કિ.રૂ.૧૩,૩૧,૪૨૪/-નો દારૂનો જથ્થો તેમજ ટેમ્પોની કિંમત ૧૫,૦૦૦૦૦ અને મોબાઇલની કિંમત ૫૦૦૦ મળી <span;>કુલ રૂપીયા ૨૮,૩૬,૪૨૪ ના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલક (૧) મનીરામ s/o રામપ્રસાદ ફુરસતપ્રસાદ નિસાદ રહે.કટધરા ચીરાની પટ્ટી, થાણા-દોસ્તપુર તા.કાદીપુર જી.સુલતાનપુર ઉત્તરપ્રદેશ ને ઝડપી પાડ્યો હતો તથા વોન્ટેડ આરોપી (૨) દમણથી દારૂનો જથ્થો ભરાવનાર એક અજાણ્યો ઇસમ જેનું પુરૂ નામ સરનામુ જણાય આવેલ નથી તેમજ (૩) રોશન શર્મા જેનું પુરૂનામ જણાય આવેલ નથી રહે.દમણ (૪) એક અજાણ્યો ઇસમ જેનું પુરૂ નામ સરનામુ જણાય આવેલ નથી (પાનોલી-કોસંબા ઓવરબ્રીજ પાસે દારૂના જથ્થા સહિતનો ટેમ્પો લેવા આવનાર મળી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી નવસારી રૂરલ પોલીસ મથકે ગુંનો નોંધ કરી વધુની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.