સમીર પટેલ, ભરૂચ
સમગ્ર બનાવ અંગે મળતી વિગતો અનુસાર વાગરા તાલુકાના ભેંસલી ગામે આવેલ રાહત પાર્ક સ્થિત એક મેડિકલ સ્ટોરમાં તસ્કરોએ ચોરીનો નિષફળ પ્રયાસ કર્યો હતો. ગત મોડી રાત્રે પાંચ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એક મેડિકલ સ્ટોરનું સટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો નિષ્ફર પ્રયાસ કર્યો હતો. જોકે મેડિકલ સ્ટોરમાં કામ કરતો વ્યક્તિ અંદર સૂતો હોઈ જેથી તસ્કરો ચોરી કર્યા વિના ભાગી ગયા હતા. ચોરોની તમામ કરતૂટ મેડિકલ સ્ટોરમાં લાગેલા CCTV કેમેરામા કેદ થઇ હતી. ઘટનાની જાણ કરવામાં આવતા દહેજ પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે પણ નાઇટ પેટ્રોલીંગ વધારી ઔદ્યોગિત વિસ્તારમાં આવા ગુના બનતા અટકાવવા જોઈએ તેમ પંથકના જાગૃત નાગરિકો ઇચ્છિ રહ્યા છે. હાલ તો મેડિકલ સ્ટોરમાં સૂતેલા વ્યક્તિની હાજરીના લીધે ચોરી થતા અટકી ગઈ હતી.