MORBI:મોરબી ડીસ કચેરી માલિકના બચાવમાં સીલીકોસીસ પીડીત એ આપ્યું તાપસ માટેનું નિમંત્રણ રૂપે આવેદન.

MORBI:મોરબી ડીસ કચેરી માલિકના બચાવમાં સીલીકોસીસ પીડીત એ આપ્યું તાપસ માટેનું નિમંત્રણ રૂપે આવેદન.
ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી મોરબી કચેરીને તારીખ- ૧૮/૦૯/૨૦૨૪ કે સીલીકોસીસ પીડીત બાબુભાઈએ ફરિયાદ કરી હતી કે હું મોરબીના કઝારીયા સીરામીક ઘણા વર્ષોથી મજૂરી કામ કરું છું અને મને સીલીકોસીસ થયો છે મને ન્યાય અને વળતર આપવામાં આવે. જ્યારે ડીસ મોરબી માલિકના બચાવમાં હોય તેમ હજી સુધી કોઈ ફરિયાદના અર્થે કાર્યવાહી ન કરવામાં આવી જેથી બાબુભાઈના પત્નીએ રૂબરૂ આવેદન આપી અને ડીસ કચેરીને નિમંત્રણ આપ્યું કે તમે કારખાનાની તપાસ માટે આવો અને અમુક વિનંતી પણ લખી કે તમે આવો ત્યારે આ બાબતો રૂપે તમારી ફરજ નિભાવો.મોરબીમાં ૮૦થી વધુ સીલીકોસીસ દર્દીઓ મળી આવ્યા છે પરંતુ જ્યારે મોરબી ડીસ કચેરીનું ઓન રેકોર્ડ હજી સુધી કોઈ માલિકએ એમને વ્યવસાયિક રોગ અંગેનું ફોર્મ મોકલ્યું નથી જેથી ત્યાં એમની પાસે સીલીકોસીસ આંકડાનો રેકોર્ડ જ નથી તેવું આરટીઆઈ કરવાથી જાણ મળી હતી.
જ્યારે બાબુભાઈએ ફરિયાદ કરી ત્યારે પણ એ કારખાનામાં કામ કરતાં અને આજે પણ તે ત્યાં કામ કરે છે છતાં તપાસ કરવા ન જવું માલિકએ કાયદાનું પાલન ન કર્યું છતાં કેમ ડીસ કચેરી કોઈ કાર્યવાહી માલિક ઉપર કરવાથી બચે છે. કોણ રોકી રહ્યું છે.
તારીખ – ૦૨/૧૨/૨૦૨૪ના રોજ ચેતનાબેન અને બાબુભાઈ જ્યારે ડીસ કચેરીએ આવેદન આપવા ગયા ત્યારે રાવલ સાહેબ મેડિકલ લીવ પર હતા ત્યારે તેના બદલે ચાર્જ પર રહેલ ચૌધરી સાહેબને આવેદન આપ્યું જેમાં આવેદન આપતો ફોટો પડાવવામાં પણ એમને તકલીફ થઈ. ચેતનાબેનએ વાત કરી કે અમારી અરજી ઉપર શું કાર્યવાહી થઈ તો કહે કે રાવલ સાહેબ રજા પર છે એને કાર્યવાહી કરી હશે મને ન ખબર હોય તેવો બેજવાબદાર જવાબ ચૌધરી સાહેબએ આપ્યો.
છેલ્લે ચેતનાબેન દ્વારા કહેવામાં આવ્યું કે તમે કાલે જ આવો તપાસ કરવા રાવલ સાહેબ રજા પર છે તો હવે તમે જવાબદારી લઈને અમને ન્યાય આપવો પરંતુ તેનો ઉડાવ જવાબ મળ્યો કે મને મારુ કામ ખબર છે તે હું કરીશ.આ પ્રશ્ન થાય કે શું મોરબી ડીસ કચેરી માલિકનો બચાવ કરીને કામદાર સાથે થયેલ અન્યાય સામે તે ખુદ વધુ અન્યાય તો નથી કરતી. આ બચાવથી ડીસ કચેરી શું મેળવી લેવા માંગે છે.











