MSP માટે કાયદાની ગેરંટી અને અન્ય મુદ્દાને લઇને ખેડૂતો પંજાબ-હરિયાણા સરહદ પર શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન

ખેડૂતોએ દિલ્હી સુધી પોતાની માર્ચ ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, પોલીસે ખેડૂતોને રોકવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. દિલ્હી પોલીસે 101 ખેડૂતોને જ દિલ્હીમાં પ્રવેશવાની પરવાનગી આપી છે. પોલીસે કહ્યું કે, અમે પહેલા તેમની ઓળખ કરીશું અને પછી તેમને આગળ જવાની પરવાનગી આપીશું. અમારી પાસે 101 ખેડૂતોની યાદી છે પરંતુ તે આ લોકો નથી.’ જોકે, ખેડૂતોએ ઇનકાર કરતા કહ્યું કે પોલીસને કોઇ યાદી આપી નથી.
ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે પંજાબ-હરિયાણા બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે. રસ્તા પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. શંભુ અને ખનોરી બોર્ડર પર કલમ 163 (પહેલા 144) લાગુ કરવામાં આવી છે, જે પાંચથી વધુ લોકોના ભેગા થવા પર રોક લગાવે છે. બન્ને સરહદ પર સુરક્ષાદળોની 13 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ઇન્ડિયન રિઝર્વ બટાલિયન, રેપિડ એક્શન ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને હરિયાણા પોલીસના જવાન શંભુ અને ખનોરી બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા છે.



