હાલોલ:કંસારા વાવ ગામ પાસે બાઈક અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત, એક્ટિવા પર સવાર બે લોકો થયા ઈજાગ્રસ્ત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૧૨.૨૦૨૪
હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક કંસારા વાવ ગામ પાસે બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા પર પાવાગઢ દર્શન કરવા આવી રહેલા યુવક યુવતી ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. યુવક ને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.નસવાડી તાલુકાના કંકુવા ગામેથી એકટીવા લઈ પાવાગઢ દર્શન કરવા આવેલા નવીન રતનભાઇ ડામોર અને નિકુબેન અશોકભાઈ ની એક્ટિવા ને શિવરાજપુર નજીક કંસારા વાવ પાસે એક બાઈક સાથે અકસ્માત સર્જાતા એક્ટિવા ઉપર સવાર નવીન અને નિકુબેન ને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં નવીન ડામોરને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં બાઇક ચાલકને કોઈ ઇજાઓ પહોંચી ન હોવાથી તે બાઇક મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતમાં ઈજા પામેલા નવીન અને નિકુબેન ભાઈ બહેન હોવાનું તેઓના સંબંધી પાસેથી જાણવા મળ્યું છે.