સ્વ.રિશી ગોપાલભાઈ ચંદાણી (સ્વામી લીલાશાહ મસાલા વાળા)ની ૨૩ મી માસિક પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાત મંદ નાના બાળકોને સ્વેટર નુ વિતરણ

9 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
તારીખ ૭ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પરાગભાઈ સ્વામીના સહયોગથી સ્વ.રિશી ગોપાલભાઈ ચંદાણી (સ્વામી લીલાશાહ મસાલા વાળા)ની ૨૩ મી માસિક પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાત મંદ નાના બાળકોને પાલનપુર અને સદરપુર વિસ્તારમાં સ્વેટર નુવિતરણ કરવામાં આવ્યું છેલ્લા બે દિવસ હાડ થી જવતી ઠંડી પડી રહી છે. ત્યારે પાલનપુર અને પાલનપુર પાસે સદરપુર ગામમાં રહેતા જરૂરિયાત મંદ અને ઝુપડપટ્ટી માં રહેતા બાળકો ને સ્વેટર વિતરણ કરવામાં આવ્યુ આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રી. પરાગભાઈ સ્વામી. હિતેશ પટણી. અભય રાણા. આજે પોતાને કિંમતી સમય આપીને સેવા આપી હતી જીવદયા ફાઉન્ડેશનપ્રમુખ ઠાકોર દાસ ખત્રી જણાવ્યું હતુંકે પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં શિયાળામાં ગરમ સ્વેટર અને કંબલ (ધાબળા)નો વિતરણ ની સેવાઓ ચાલુ રહેશે



