BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલા અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવાની માગ સાથે ભરૂચ જિલ્લાના ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લા ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ સોમવારના રોજ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ક્રેડાઈ ભરૂચ બાંધકામ વ્યવસાયના હેતુઓ સારુ કાર્યરત છે અને શહેરના 75 થી વધુ ડેવલપર્સ સભ્ય તરીકે નોંધાયેલા છે, અને રાજ્યસ્તરે અમારી વ્યવસાયિક સંસ્થા ક્રેડાઈ ગુજરાત સાથે તેમજ ક્રેડાઈ ગુજરાતનું ક્રેડાઈ નેશનલ સાથે સંકલન છે,સંગઠન શ્રેત્રે જીલ્લાથી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્ર સુધી સંગઠિત થાય તેમ વિકાસલક્ષી આયોજનો પુરા પાડી રહ્યા છીએ.

 

સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલો હોવા છતાં પ્રવર્તમાન દરમાં 200% થી 2000%નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને 20 મી નવેમ્બર 2024 ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલો છે અને રાજ્યમાં આશરે 40,000 થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનીકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં 18 માસનો સમય થયેલો હોવાનું જણાયેલુ છે.આમ છતાં તે અંગેના વાંધા રજુ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને તે માટેનો સમય ફક્ત 30 દિવસનો જણાવેલો છે. રાજ્યના મોટા ભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલા દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે.

 

આ જંત્રી સાયન્ટીફીક રીતે તૈયાર કરેલી હોવાનું જણાતું નથી અને તેના અમલથી સરવાળે ખેડૂત, મિલકત ખરીદનાર, સામાન્ય પ્રજાજનો અને વિકાસકર્તા ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરાધાશે તેવું અમો સ્પષ્ટ માને છે.જેમાં વાંધા સુચન રજુ કરવા અંગે જાહેર કરેલા અંતિમ તારીખ લંબાવીને તા.31 માર્ચ 20245 કરવામાં આવે,રાજ્યના વિવિધ વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ અને જમીનની બજાર કિંમતને ધ્યાને લઈને સાયન્ટિફિક રીતે જંત્રીના દરો પારદર્શક લોકાભિમુખ બને તે હેતુથી સંસ્થાગત અભિપ્રાય રજુ કરવાની તક આપવામાં આવે,
સૂચિત જંત્રીમાં દર્શાવેલા બે ગામ કે બે ઝોનને અડીને આવતી અલગ અલગ ગામ કે ઝોનની જમીનો અંગે દર્શાવેલ સૂચિત દરમાં ખુબ જ અસમાનતા છે.

Back to top button
error: Content is protected !!