SABARKANTHA

ખેડબ્રહ્મા મુકામે શ્રીમદ ભગવત ગીતા જયંતી ઉજવણી

અહેવાલ:- પ્રતિક ભોઈ

*ખેડબ્રહ્મા મુકામે શ્રીમદ ભગવત ગીતા જયંતી ઉજવણી*
માનવસેવા આશ્રમ કરનાલ ગુજરાત શાખા દ્વારા મીના સદન, ખેડબ્રહ્મા મુકામે શ્રીમદ ભગવત ગીતા જયંતી ઉજવણી શુભારંભ નિષ્કલંકી ધામ, નખત્રાણાના સંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ મહારાજની નિશ્રામાં કરવામાં આવેલ. જેમાં ગુજરાતના અધ્યક્ષ શ્રી પ્રેમાનંદ મહારાજ, બનારસથી ડોક્ટર અંજની કુમાર મિશ્ર, કરનાલથી રાષ્ટ્રીય મહામંત્રીશ્રી દુલીચંદ શર્મા, કુરુક્ષેત્ર થી સ્વામી જ્ઞાનનંદજી મહારાજ, પ્રયાગરાજ થી ડોક્ટર સજ્જન કુમાર, જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સૌ વક્તાઓએ શ્રીમદ ભગવત ગીતા અને સ્વામી શરણાનંદજી મહારાજના પ્રેરક વિચારો વિશે પ્રવચન આપ્યું હતું. નખત્રણાથી પધારેલ સંત શ્રી શાંતી પ્રિયદાસજી મહારાજે બધા જ ધર્મ માનવતા શીખવે છે તે અંગે સુંદર સમજ આપી હતી. વાણી વિવેક અને સમ્યક સમજ હશે તો જ માનવ પોતાનો ઉદ્ધાર કરી શકશે તે અંગે એક કલાક સુધી પોતાની અમૂલ્ય વાણીનો સૌને લાભ આપ્યો હતો. સમગ્ર ભારત ભરમાંથી મોટી સંખ્યામાં મુમુક્ષુઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક અગ્રણીઓમાં કોલેજના મંત્રી શ્રી હરિહર પાઠક, શ્રી દેવજીભાઈ પટેલ, તેરાપંથના શ્રી શંકરલાલ શાહ, રોજંટાથી રમણભાઈ પટેલ, વક્તાભાઈ પટેલ, શાંતિભાઈ પટેલ, ગોતા કંપાથી રમેશભાઈ પટેલ અને રમણભાઈ પટેલની ઉપસ્થિતિ હતી.આભાર દર્શનશ્રી ત્રિભુવન શર્મા દ્વારા કરવામાં આવેલ. યજમાન સંસ્થા તરફથી ત્રણ દિવસ શ્રીમદ ભગવત ગીતા જયંતીની ઉજવણી માટે માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!