યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
તાહિર મેમણ – આણંદ – 09/12/2024 – યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર અને જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના રોજગાર મેળવતા ઉમેદવારોના લાભાર્થે આજે તા. ૧૦ મી ડિસેમ્બરના મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે નલીની આર્ટસ કોલેજ સામે, યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર છે.
આ રોજગાર ભરતી મેળામાં બી.કોમ. અને એમ. કોમ. કક્ષાના ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારો અનુબંધમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન પણ કરી શકશે. આ રોજગાર ભરતી મેળાનો અનુબંધમ જોબ ફેર આઇડી JF૨૨૫૦૫૧૩૪૮ છે. ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને બાયોડેટા સાથે હાજર રહેવા યુનિવર્સિટી માર્ગદર્શન કેન્દ્રના નાયબ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે.




