GONDALGUJARATRAJKOT CITY / TALUKO

Gondal: રવિ કૃષિ મહોત્સવનો ગોંડલ તાલુકાના ખેડૂતોએ સૌથી વધુ લાભ લીધો

તા.૯/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં યોજાયેલા રવિ કૃષિ મહોત્સવનો સૌથી વધુ લાભ ગોંડલ તાલુકાના ખેડૂતો લીધો છે. ગોંડલ તાલુકામાં પ્રથમ દિવસે ૧૦૪૦ અને બીજા દિવસે ૧૧૮૦ મળીને કુલ ૨૨૨૦ જેટલા ખેડૂતો રવિ કૃષિ મહોત્સવમાં જોડાયા હતા.

એ પછી ઉપલેટા તાલુકામાં પહેલા દિવસે ૯૬૨ અને બીજા દિવસે ૯૩૪ મળીને ૧૮૯૬ ખેડૂતો તેમજ ધોરાજીમાં પ્રથમ દિવસે ૯૯૪ અને બીજા દિવસે ૭૭૨ મળીને કુલ ૧૭૬૬ ખેડૂતોએ રવિ કૃષિ મહોત્સવનો લાભ લીધો હતો. બે દિવસમાં જામકંડોરણા તાલુકામાંથી ૧૫૧૪ ખેડૂતો, જેતપુરમાં ૧૩૫૦ ખેડૂતો, કોટડા સાંગાણીમાં ૧૩૨૫ ખેડૂતો, લોધિકામાં ૧૩૧૨ ખેડૂતો, પડધરીમાં ૧૨૬૯ ખેડૂતો, રાજકોટ તાલુકામાં ૧૧૬૧ ખેડૂતો, જસદણમાં ૧૧૧૭ ખેડૂતો તથા વિંછિયા તાલુકામાં ૧૦૨૪ ખેડૂતોએ રવિ કૃષિ મહોત્સવનો લાભ લીધો હતો.

Back to top button
error: Content is protected !!