GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI -મોરબીના બઘુંનગર ગામે પેસેન્જર ભરવા બાબતે વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો

MORBI -મોરબીના બઘુંનગર ગામે પેસેન્જર ભરવા બાબતે વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો

 

 

મોરબીના બંધુનગર ગામની સીમમાં તુલસી પેટ્રોલપંપ સામે સરતાનપર હાઇવે ચોકડી પર વૃદ્ધ પેસેન્જર ઓટોરીક્ષા ચલાવતા હોય તેઓએ સરતાનપર હાઇવે પરથી એક પેસેન્જર બેસાડતા ત્યાં રીક્ષામાં પેસેન્જરો બેસાડવાના વારામા રહેલ આરોપીઓએ તેનો ખાર રાખી વૃદ્ધને બે શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી જાતી પ્રત્યે હડધૂત કર્યા હોવાની ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના વતની અને હાલ મોરબીના મચ્છોનગર (રફાળેશ્વર) પ્રાથમિક શાળાની પાછળ રહેતા ભીખાભાઈ નાજાભાઈ ચૌહાણ (ઉ.વ.૫૨) એ આરોપી કાળુભાઇ પરબતભાઇ ભરવાડ તથા ભુરાભાઈ પરબતભાઇ ભરવાડ રહે. બંને પલાસ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પેસેન્જર ઓટોરીક્ષા ચલાવતા હોય તેઓએ સરતાનપર હાઈવે ચોકડી પરથી એક પેસેન્જર પોતાની ઓટોરીક્ષામાં બેસાડતા ત્યાં રીક્ષામાં પેસેન્જરો બેસાડવાના વારામાં રહેલા આરોપીઓએ ફરીયાદીને “ અમે કયારૂના પેસેન્જરના વારામાં રીક્ષાયુ લઈને બેઠા છી તમે કેમ આડેથી અમારા વારાના પેસેન્જર ભરી જતા રહો છો “ નુ કહેતા ફરીયાદીએ “ મે રીક્ષા સ્ટેન્ડથી આઘેથી પેસેન્જર ભરેલ છે તેમા તમને શું વાધો છે ? ” નુ કહેતા આરોપીઓ ફરીયાદી ઉપર એકદમ ઉશ્કેરાય જઇ ફરીયાદીને જેમતેમ ભૂંડાબોલી ગાળો દઇ તેમની જાતી પ્રત્યે હડધુત કરી ઝઘડો કરી ફરીયાદીને શરીરે ઢીકાનો આડેધડ માથામાં છાતીમાં વાસાના મોઢા ઉપરના ભાગે માર મારી મુંઢ ઇજાઓ કરી તેમજ આરોપીએ તેઓના હાથમાં પહેરેલ ધાતુના કડાનો હથીયાર તરીકે ઉપયોગ કરી ઘાતુના કડાથી ફરીયાદીને માથામાં ડાબી બાજુ મારી માથુ ફોડી નાખી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!