ARAVALLIBAYADGUJARAT

બાયડ તાલુકાના આંબા ગામ ખાતે ઇ કેવાયસી કામગીરીનો કેમ્પ યોજવામાં આવ્યો

કિરીટ પટેલ બાયડ

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે દરેક વ્યક્તિએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત હોવાથી લોકો ઇ કેવાયસી કરાવવા માટે ગ્રામ પંચાયતો તેમજ ઇ કેવાયસી સેન્ટરો ખાતે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા
આ અંગેની કામગીરી માટે બાયડ તાલુકાના આંબા ગામ ખાતે ગ્રામ પંચાયતમાં ઈ કેવાયસી ની કામગીરી નો કેમ્પ યોજવામાં આવ્યો હતો. નાયબ મામલતદાર પુરવઠાની સીધી દેખરેખ હેઠળ ઈ કેવાયસી તેમજ જે લોકોના મોબાઇલ આધારકાર્ડ સાથે લીંક ના હોય તેની કામગીરી કરવામાં આવી ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી હતી રોજે રોજ કમાઈને ખાવાવાળા ખેત મજૂરોને પોતાની રોજી રોટી છોડીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા ઉશ્કેરાટ જોવા મળ્યો હતો
ખાસ કરીને ઇ કેવાયસી ની કામગીરી ઓટીપી થી થતી હોવાને લીધે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે દરેક કાર્ડ ધારક પાસે મોબાઇલની સગવડ ના હોવાને કારણે કેવાયસી ની ઘણી ખરી કામગીરી ખોરંભે ચડી છે જે લોકો પાસે મોબાઇલની સુવિધા નથી તે લોકો ઇ કેવાયસી કરાવવાની કામગીરીથી વંચિત રહી જવા પામ્યા છે પ્રશાસન દ્વારા ઓટીપી સિવાય બીજી કોઈ સરળ પદ્ધતિ અપનાવી કેવાયસી ની કામગીરી કરાવવામાં આવે એવી લોકો ની માગણી છે

Back to top button
error: Content is protected !!