DEVBHOOMI DWARKADWARKA

દ્વારકા ખાતે આઇ.સી.ડી.એસ. કર્મચારીઓ માટે ત્રિદિવસીય તાલીમનો પ્રારંભ કરાયો

માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.બી.પાંડોરનાં માર્ગદર્શન હેઠળ દ્વારકા ખાતે આઈ.સી.ડી.એસ. કર્મચારીઓ માટે એન્થ્રોપોમેટ્રી એકસેલન્સ પ્રોગ્રામની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે. ‘પ્રોજેક્ટ તુષ્ટિ’ અંતર્ગત આઈ.આઈ.પી.એય ગાંધીનગર અને જે.એસ.આઈ.આર.ટી. ઈન્ડિયા સંસ્થાઓના સહયોગ અને આઇ.સી.ડી.એસ. કચેરી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાનાં સંકલનમાં તા.૯ થી ૧૧ ડીસેમ્બર દરમ્યાન યોજાનારી આ તાલીમમાં બાળકના કૂપોષણથી રક્ષણ માટે તેનું વજન, ઊંચાઈ, વૃદ્ધિનું માપન, પરામર્શન વગેરે વિષયો પર સહભાગીઓને પ્રશિક્ષક તાલીમ આપવામાં આવનાર છે.

આઈ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફીસર ડૉ. ચંદ્રેશ ભાંભી દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા તાલીમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધનમાં તેઓએ જણાવ્યું હતું કે, આ તાલીમ થકી આઇ.સી.ડી.એસ. કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને લાભાર્થીઓને વધુ સારી સેવાઓ આપી શકશે. ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્લાને સુપોષીત કરવા માટે સહિયારા પ્રયાસો કરવા માટે આ તાલીમ પ્રેરણારૂપ બનશે.

Back to top button
error: Content is protected !!