
કેશોદના પોલીસ લાઈન ની દિવાલે શાકભાજી ઘરવપરાશની વસ્તુઓ વેચતાં ફેરિયાઓ પથારાવાળા બેસે છે ત્યારે નવદુર્ગા મંદિરેથી સરકારી દવાખાના તરફ જવાના રસ્તે ખૂણા પર પીજીવીસીએલ નું ટ્રાન્સફોર્મર આવેલું હોય ત્યારે રખડતાં ભટકતાં ઘણિયાતા નધણિયાતા પશુઓ ટ્રાન્સફોર્મર થી દુર રહે અને વળાંકમાં ફેરિયાઓ પથારાવાળા ન બેસે એવાં હેતુથી પશુઓને પીવા ના પાણીની કુંડી તમામ ફેરિયાઓ પથારાવાળા અને પોલીસ લાઈન ના આર્થિક સહયોગથી મુકવામાં આવી હતી. ગતરાત્રે સામાજિક સેવાકીય પ્રવૃતિઓ ના દુશ્મનો દ્વારા ખાનગી વાહનમાં પશુઓને પીવા ના પાણીની કુંડી ઉપાડી ખાનગી વાહનમાં લઈ ગયેલ છે સવારે ખાલી થયેલી જગ્યાએ ડુંગળી બટેટા લસણ નો વેપાર કરવા પથારાવાળા એ કબજો કરી લીધો છે. કેશોદના પટેલ રોડ, પોલીસ લાઈન અને સરકારી દવાખાના વિસ્તારમાં રખડતાં ભટકતાં ઘણિયાતા નધણિયાતા પશુઓ પીવા ના પાણી વિના ટળવળતાં હોય ઉપરાંત વળાંકમાં ફેરિયાઓ પથારાવાળા ને કારણે ટ્રાફિક જામ થતો હોય કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ લેખિતમાં ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં કરી પીવા ના પાણીની કુંડી ઉઠાવી જનાર અજાણ્યા ઈસમો ની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને વળાંકમાં કબજો કરી બેઠેલાં ફેરિયાઓ પથારાવાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા કેશોદ




