
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે આધ્યાત્મિક જ્ઞાનમા વધારો થાય, તેમજ બાળકો ભારતીય સંસ્કૃતિ વિશે માહિતગાર થાય અને જીવનમાં સંસ્કૃતિનું આત્મસાત થાય તે ઉદેશ્યથી “શ્રીમદ ભગવત ગીતા” પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય શ્રી અમરસિંહ એ. ગાંગોડા, શ્રી વિજયભાઈ ખાંભુ (HTAT) આચાર્ય તથા NSS પ્રોગ્રામના ઓફિસર શ્રી મુકેશભાઈ એસ. બાગુલ, શ્રી મનીષ ઝેડ. ગાંગોડાના માર્ગદર્શન હેઠળ તારીખ ૧૦ ડિસેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય કૃષ્ણાભાવના સંઘ, ઇસ્કોન, સંસ્થાપક આચાર્યશ્રી શ્રીમદ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, શ્રી રાધા દામોદર મંદિર ઇસ્કોન, જહાંગીરપુરા, સુરત તેમજ શ્રી સંજયભાઈ પ્રજાપતિના સહયોગથી શાળામાં “શ્રીમદ ભગવત ગીતા” પુસ્તકની એક હજાર વીસ જેટલી પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની અન્ય શાળાઓમાં પણ એક હજાર થી વધુ પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.






