GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ગીતા જયંતીની ઊજવણી કરાઇ
તારીખ ૧૧/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સિધધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે આજરોજ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય રિતેશભાઈ પંડ્યા દ્વારા ગીતાજીનું મહાત્મય સમજાવવામાં આવ્યું હતું.જેમાં કઈ રીતે આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં કુરૂક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવાની ના પાડતા અર્જુનને જ નહિ પણ સમગ્ર જગતને શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગ દ્વારા 700 શ્લોક અને 18 અધ્યાય દ્વારા આધ્યાત્મિક અને તત્વ જ્ઞાનરૂપી શ્રીમદ્દ ભગવદ ગીતા જીવન જીવવાનો રાહ ચીંધે છે તેનાથી માહિતગાર કર્યા.