GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે ગીતા જયંતિ નિમિતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૧૨.૨૦૨૪

હાલોલ ની ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-1 થી 8 માં ગીતા જયંતિ નિમિતે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ માં મુખ્ય અતિથી હાલોલ મહાજન ઊંચ્ચ શિક્ષણ મંડળ અને શાળા ના માનદ મંત્રી સમીરભાઈ શાહે પોતાની હાજરી નોંધાવી હતી જેમાં શાળા ના ધો-1 થી 5 ના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજી ના 18 અધ્યાય નું શ્લોક પઠન,અને ધો-6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીના 18 અધ્યાયનું સારાંશ પઠન તેમજ શાળા ના શિક્ષક શાહ બીનાબેન.રામ દ્વારા શાળા ના બાળકો ને ગીતાજી નું મહત્વ ગીતાજી નો મહિમા અંગે નું વક્તવ્ય આપવામાં આવ્યું હતું.સાથે ધો-5 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા મહાભારત ને અનુરૂપ 2 સંસ્કૃતિક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું આમ કાર્યક્રમ ના અંતે શાળાના આચાર્ય હર્ષાબેન શુક્લ દ્વારા કાર્યક્રમ માં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ ને શ્રીમદ ભગવત ગીતા નું પુસ્તક ભેટ આપી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આજ ના કાર્યક્રમ નું સંચાલન શાળા ના સંસ્કૃત વિષય ના શિક્ષક બકુલાબેન કલસે દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!