
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં લાભાર્થીઓ ને હલકી ગુણવંત્તાની કીટ આપ્યા હોવાના આક્ષેપો : માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવી હતી કીટ
ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને ગ્રીમકો બોર્ડ દ્વારા વિવિધ એજન્સીઓને રોકીન ઇલેક્ટ્રિક એપ્લાયસીન્સ,દૂધ દહી વેચનાર,પાપડ તેમજ અથાણાં બનાવટ,પંચર કીટ, બ્યુટી પાર્લર,પ્લમ્બર, ભરતકામ,વાહન સર્વિસિંગ, સેન્ટિંગ કામ જેવી 10 વિવિધ કીટોનું લાભ આપવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કીટોનું વિતરણ કરવા માટે એજન્સીઓ દ્વારા જાણ કરીને લાભાર્થીઓને બોલાવ્યા હતા.જેમાં એક એજન્સી તો કોઈ સ્થળ નક્કી કર્યા વગર કોલેજની બહાર રોડ પર જ ટૂલ કીટ લાભાર્થીઓને આપતા નજરે પડી રહ્યા હતા. જેમાં ઇલેક્ટ્રિક એપ્લાયસીન્સના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.પણ લાભાર્થીઓને વિવિધ સ્થળોએ ધક્કા ખવડાવીને પણ લાભાર્થીઓને છેલ્લે હલકી ગુણવત્તા અને કોઈ પણ પ્રકારની સ્ટાન્ડર્ડ કંપનીની ઇલેક્ટ્રિક ટૂલકિટ સંતોષકારક ન મળવાથી હોબાળો મચાવ્યો હતો અને કીટ વિતરણ કરતી એજન્સીઓ પર આક્ષેપ ઉઠાવ્યા હતા. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે અમો રોજે રોજે કમાઈને પેટિયું રળતા અમો ગરીબ અને મધ્યમ વર્ગીય લાભાર્થીઓને અમોને સરકાર દ્વારા 14,000 રૂપિયાની ઇલેક્ટ્રિક વસ્તુઓની કીટ આપીને ધંધામાં મદદરૂપ થઈ શકે તેવા સાધનો આપવામાં આવે છે પણ એજન્સીઓ દ્વારા માત્રને માત્ર હલકી ગુણવત્તાવાળા સાધનો કે જે ઇલેક્ટ્રિક કામ કરવામાં પણ સલામતી નથી તેવા 4000 કે 5000 રૂપિયાના કીટ પધરાવી દેવામાં આવતા મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા આક્ષેપો સાથે ટૂલ કીટ લેવાનો ઇન્કાર કર્યો હતો.ત્યારે લાભાર્થીઓની અપાતી ટૂલ કીટની તપાસ થાય અને યોગ્ય સ્ટાન્ડર્ડ સાધનો લાભાર્થીઓને મળી રહે તેવી રજૂઆત કરવા અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પહોંચીને ગ્રીમકૉ બોર્ડને જાણ કરીને સારી અને સલામત ટૂલ કીટ આપવા લાભાર્થીઓ માંગ કરી હતી.





