રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનું આચરણ પદની ગરીમાને અનુકુળ નથી : મલ્લિકાર્જુન ખડગે

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ઈન્ડિયા ગઠબંધને બુધવારે પ્રેસ કોન્ફરન્સ યોજી. તેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ પર અનેક આરોપો લગાવ્યા. ખડગેએ કહ્યું કે, ‘આંબેડકરજીએ બંધારણમાં લખ્યું હતું કે, ભારતના ઉપ રાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ ગણાશે. રાજ્યસભાના પહેલા અધ્યક્ષ રાધાકૃષ્ણનજીએ 1952માં સાંસદોને કહ્યું હતું કે, હું કોઈ પક્ષનો નથી, તમામ પક્ષ સાથે જોડાયેલો છું, જે આ હોદ્દાની નિષ્પક્ષતા દર્શાવે છે.’ આ પ્રસ્તાવ લાવતા જ રાજ્યસભામાં હંગામો થયો, જેથી રાજ્યસભા 12મી ડિસેમ્બર સુધી અને લોકસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. એ પહેલા ગૃહમાં થયેલી ચર્ચામાં પ્રસ્તાવ અંગેની બહુમતી વિશે ખડગેએ કહ્યું હતું કે, ‘પહેલા અવિશ્વાસનો પ્રસ્તાવ તો લાવવા દો, અમે નંબર્સની પણ વ્યવસ્થા કરી લઈશું.’
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કર્યા અને કહ્યું કે, ‘સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું કે, હું કોઈપણ પક્ષનો નથી, પરંતુ અફસોસની વાત એ છે કે બંધારણ અપનાવવાના 75માં વર્ષે આપણે રાજ્યસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો પડ્યો છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનું આચરણ પદની ગરીમાને અનુકુળ નથી. તેઓ ક્યારેક કેન્દ્ર સરકારના ગુણગાન ગાવા લાગે છે, તો ક્યારેક પોતાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એકલવ્ય ગણાવે છે. તેઓ વિરોધ પક્ષો સાથે પક્ષપાતી વ્યવહાર કરે છે, તેથી જ અમારે મજબૂરીમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો છે. વિપક્ષી નેતાઓને બોલવાથી ન અટકાવી શકાય. રાજ્યસભાના અધ્યક્ષ હોવા છતાં ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. તેમના વર્તનથી દેશની ગરિમાને નુકસાન થયું. અમારી તેમની સાથે કોઈ અંગત દુશ્મની નથી. આજના સમયમાં ગૃહમાં વધુ રાજકારણ રમાઈ રહ્યું છે. સભાપતિએ નિષ્પક્ષ રહેવું જોઈએ. ધનખડ સરકારના પ્રવક્તા બની ગયા છે.’
તેમણે કહ્યું કે, ‘ઉપરાષ્ટ્રપતિનું પદ લોકશાહી માટે એક મહત્ત્વનું સ્તંભ છે. આ પદ પર અનેક લોકો બેઠા છે અને ઘણું કામ કર્યું છે. આટલા લાંબા સમયગાળામાં કોઈપણ ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ આવો પ્રસ્તાવ લવાયો નથી, કારણ કે તમામે બિન પક્ષપાતી કામ કર્યું છે. પરંતુ આજે અમારે પક્ષપાતી વલણના કારણે દુઃખ સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવો પડ્યો છે. નિયમોનું પાલન કરવામાં આવતું નથી.’
ખડગેએ તેમણે કહ્યું કે, ‘વિપક્ષના નેતાઓ પાંચ મિનિટ બોલે તો તેમનું 10 મિનિટનું ભાષણ હોય છે. વિપક્ષ દ્વારા સંસદમાં જે વિષય ઉઠાવાય છે, અધ્યક્ષ તેમના પર આયોજનબદ્ધ રીતે ચર્ચા કરવા દેતા નથી. વિપક્ષી નેતાઓને બોલવાથી ન અટકાવી શકાય. રાજ્યસભાના અધ્યક્ષ હોવા છતાં ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. તેમના વર્તનથી દેશની ગરિમાને નુકસાન થયું. અમારી તેમની સાથે કોઈ અંગત દુશ્મની નથી. આજના સમયમાં ગૃહમાં વધુ રાજકારણ રમાઈ રહ્યું છે. સભાપતિએ નિષ્પક્ષ રહેવું જોઈએ. ધનખડ સરકારના પ્રવક્તા બની ગયા છે. વિપક્ષી સભ્યો સુરક્ષાની આશાએ તેમને મળવા જાય છે, ત્યારે પણ તેઓ વડાપ્રધાનના વખાણ કરવા લાગે છે.’ ખડગેએ આક્ષેપ કર્યો છે કે, તેમની નિષ્ઠા બંધારણ અને બંધારણીય પરંપરાઓના બદલે સત્તાધારી પક્ષ માટે છે.
તેમણે કહ્યું કે, ‘અમને દેખાઈ રહ્યું છે કે, તેઓ પ્રમોશન માટે સરકારના પ્રવક્તા બનીને કામ કરી રહ્યા છે. રાજ્યસભામાં અધ્યક્ષ જ સૌથી વધુ અવરોધ ઉભો કરી રહ્યા છે અને તેઓ બીજાને સલાહ આપતા રહે છે. તેઓ હંમેશા ગૃહને ઠપ કરવાનો પ્રયાસ કરે છે. અધ્યક્ષ વધુ અવરોધ ઉભો કરે છે. જ્યારે વિપક્ષ કોઈ મુદ્દો લઈને અધ્યક્ષ પાસે જાય તો તેઓ જાહેરમાં વડાપ્રધાનના ગુણગાન ગાવા લાગે છે. જો આવું જ હોય તો અમે ક્યાં જઈએ. જ્યારે અમે ગૃહમાં એક પ્રશ્ન પૂછીએ તો તેઓ સરકારનો પક્ષ લે છે. તેમના વર્તને દેશની ગરિમાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. તેમના વર્તને એવી સ્થિતિ ઉભી કરી છે કે, અમારે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવો પડ્યો છે. અમારી તેમની સાથે કોઈ અંગત દુશ્મની નથી. અમારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું છે.’
શિવસેના યુબીટી રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ અધ્યક્ષ જગદીપ ધનખડ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી પરંતુ સિસ્ટમ માટેની લડાઈ છે. અધ્યક્ષ પોતે ગૃહની શરૂઆતના 40 મિનિટ પહેલા ભાષણ આપે છે અને તે પછી કહે છે હંગામો કરો. એવું લાગે છે કે સ્પીકર ગૃહ ચલાવતા નથી, તેઓ સર્કસ ચલાવે છે.’ સંજય રાઉતે અધ્યક્ષ પર સંસદીય લોકશાહીની પરંપરાઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે.’



