BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

NCERT પુસ્તકોની જગ્યાએ ખાનગી પ્રકાશનના પાઠ્યપુસ્તકો ભણાવતી સ્કૂલને રૂ.1.80 લાખનો દંડ

ભાવનગરની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ખાનગી પ્રકાશનના પુસ્તકો ભણાવતા સ્કૂલને રૂ.1.80 લાખનો દંડ કરવાની સાથે નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં DEO દ્વારા નોટિસનો ત્રણ દિવસમાં જવાબ આપવા સ્કૂલને આદેશ કરવામાં આવ્યો છે. ભાવનગરમાં આવેલી પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં 1 થી 8 ધોરણના અંગ્રેજી માધ્યમમાં NCERT પુસ્તકોની જગ્યાએ ખાનગી પ્રકાશનના પાઠ્યપુસ્તકો વડે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓને NCERT પુસ્તકોના બદલે ખાનગી પ્રકાશનની પુસ્તકોથી ભણાવતા હોવાની જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીને જાણ થઈ હતી. આ પછી  DEOએ સ્કૂલને નોટિસ ફટકારી.
DEO દ્વારા સ્કૂલને રૂ.1.80 લાખનો દંડની સાથે શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં સ્કૂલને ત્રણ દિવસની અંદરમાં નોટિસનો જવાબ આપવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જો સ્કૂલ દ્વારા આ અંગે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!