GUJARATPANCHMAHALSHEHERA

મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસા નાબુદી અભિયાન” અંતર્ગત ગોધરા તાલુકાના ચંચોપા ખાતે સેમીનાર યોજાયો

પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર અને મહિલાલક્ષી યોજનાઓની જાણકારી અપાઇ*

 

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

***********

*પંચમહાલ, ગુરૂવાર ::* જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ગોધરા દ્વારા મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા અન્વયે જાગૃતિકરણ અર્થે ગોધરા તાલુકાના ચંચોપા ગામ ખાતે સેમીનાર/વર્કશોપ યોજાયો હતો.

મહિલાઓ વિરૂદ્ધ થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત (international day for the Elimination of violence against women) કાયદાકિય જાગૃતિ અને મહિલાલક્ષી યોજનાની જાગૃતિ અંગે યોજાયેલ આ સેમિનારમાં પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC) ના કાઉન્સેલર દ્વારા PBSC એટલે કે મહિલા સહાયતા કેન્દ્ર વિશે સમજૂતી આપીને ત્યાં થતી કામગીરી, તેના હેતુઓ, ઉદેશ્યો, અભિગમો વિશે માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ઘરેલુ હિંસા, ગુડ ટચ બેડ ટચ, મોબાઈલના માધ્યમ દ્વારા બાળકો પર પડતી નબળી અસરો, POCSO ACT -2012 , બાળલગ્ન અધિનિયમ, બાળકો પર થતા ગુનાઓ, કાનૂની સેવા સત્તા મંડળની કાયદાને લગતી જોગવાઈઓ વિશે, સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન એપ વિશે, સાયબર ક્રાઇમ, 181 અભયમ હેલ્પલાઈન, સખીવન સ્ટોપ સેન્ટર અને મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાઓ જેમાં વ્હાલી દીકરી યોજના, વિધવા પેન્શન યોજના, ગંગાસ્વરૂપા યોજના, વિધવા પુનલગ્ન યોજના, મહિલા સ્વાવલંબન યોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ વિવિધ હેલ્પલાઇન સેવા જેવી કે 100, 181, 1098, 1930 અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી અને મહિલા સહાયતા કેંદ્રના કાઉંન્સિલર અને કર્મીઓ તથા K.G.V.B સંકૂલના સંચાલકશ્રી નિરુપમાબેન અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.

***********

Back to top button
error: Content is protected !!