
વિજાપુર ગણેશપુરા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ના લાભ માટે ગામતળ જમીનમા ઘર આગળ કરેલ વધારા ના દબાણો તોડી જગ્યા ખુલ્લી કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગણેશ પુરા દેવીપુજક સમાજ ના ગામતળ જમીન મા રહેતા લોકોએ ઘર આગળ કરેલા કાચા વધારા ના દબાણો તોડી નાખી જગ્યા ને ખુલ્લી કરવા મા આવી છે . જેમાં આવાસ યોજના અંતર્ગત લાભાર્થી ઓને લાભ આપી નવા મકાનો પણ બનાવી આપવા મા આવશે જેને લઇ ઘર આગળ ના વધારા ના દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવી દૂર કરવા મા આવ્યા હતા.આ અંગે તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુતે જણાવ્યું હતુ કે સરકાર ની જાહેર થયેલ યોજના નો ગ્રામજનો લાભ મેળવી શકે તે માટે અને નવા પાકા મકાનો નો લાભ લાભાર્થીઓ ને મળે તે આશય સાથે ગામતળ ની જમીન મા દેવીપૂજક ગરીબ લોકો ની એક સારી વસાહત ઊભી થાય તેને લઈ ઘર આગળ લોકોએ કરેલ વધારા ના કાચા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવા મા આવી છે. તલાટી કમ મંત્રી અમિતા બેન તેમજ વહીવટદાર મુકેશ ભાઈ પટેલે સંયુક્ત જણાવ્યું હતુ કે ગામતળ ની જમીન મા ઘર બનાવી રહેતા દેવીપૂજક સમાજના લોકોએ ઘર આગળ કરેલ કાચા વધારા ના દબાણો હટાવી લેવા માટે અહી રહેતા લોકોને નોટિસ આપી હતી. પરંતુ નોટિસ સમય પૂર્ણ થતા તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિ મા અને પોલીસ બંદોબસ્ત સાથે વધારા ના કરેલા દબાણો હટાવી લેવા મા આવ્યા છે. અને ખુલ્લી કરેલ જગ્યામાં પ્રધામંત્રી ની આવાસ યોજના નો પ્લોટ કરી મકાન બનાવી લાભાર્થીઓ ને લાભ આપવા મા આવશે જેને લઇ કાર્યવાહી પંચાયત દ્વારા હાથ ધરવા મા આવી હતી.





