રાજકોટ-ગોપાલ નમકીનમાં આગ બાદ અનેક પ્રત્યાઘાત

બે જ ફાયર ફાયટર હતા મેટોડા બ્રાંચમાં
ગેમઝોન કાંડની ભયાનકતા થઇ તાજી??
જામનગર (ભરત ભોગાયતા)
રાજકોટમાં ગોપાલ નમકીન માં આગથી સંચાલકો ની ઘોર બેદરકારી સામે આવી છે અને જુદા જુદા માધ્યમો માંથી મળતી માહિતી મુજબ ગોપાલ નમકીન ફેકટરી માં આગ લાગી ત્યારે તેઓ તરફે કરવાની વ્યસ્થા ની પોલ ખુલી ગઈ.
૨૦૦૦ લોકો જ્યાં કામ કરતા હોય, ગરમ તેલ, અને પ્લાસ્ટિક પેકિંગ મટીરીયલ સહનશીલ હોય, છતાં તેઓ પાસે પોતાનો ફાયર વિભાગ ન હતો. પૂરતા ફાયર એકગસ્તીનવિશ ના હતા. અને પ્રાપ્ત માહિતી મુજબ, તેઓ એ કલાક સુધી ફાયર ને જાણ નહોતી કરી. માત્ર ૧૦૮ માં ફોન કર્યો હતો, તેવો રાગ આલાપેલ. એક સામાન્ય વ્યક્તિ રોડ ઉપર ગાભો બાળે તો અન્ય ના જીવ જોખમાવવા નો ગુનો દાખલ કરવાની સત્તા ધરાવતા રાજકોટ ના નવનિયુક્ત કમિશ્નર સાહેબ કેવા આકરા પગલાં લ્યે છે, જોવું જાણવું રહ્યું. પ્રવર્તમાન સરકાર સતત આવી ઘટનાઓને ગંભીરતાથી લેવા, ફાયર સેફ્ટી મુદ્દે નો કોમ્પ્રોમાઈઝ ની નીતિ દાખવે છે, પણ તે અમલ કરવાની જવાબદારી જે રાજકોટ ફાયર વિભાગ ઉપર છે અને જે કમિશનર ની અંતર્ગત રાજકોટ ફાયર વિભાગ આવે છે તેઓ શું પગલાં લ્યે છે જોવું રહ્યું.
– શું ફેકટરી માં પૂરતા આગ ઓલવવા માટે ફાયર બટલો હતી ? કેટલી હતી ? પૂરતી હતી ?
– ફાયર વિભાગ જેવું કમ્પની પાસે કઈ હતું ? તો આગ લાગતા ની સાથે જ કેમ ઓલવવા પ્રયાસ ન થયો ?
– ફેકટરી માં કામ કરતા કર્મચારી પૈકી કેટલા કર્મચારી ને ફાયર ના સંસાધનો નો ઉપયોગ કરતા આવડતું હતું ? શું તેનું પ્રશિક્ષણ લીધેલ ક્યારેય ?
જો ઉપરોક્ત ત્રણ સવાલો ના જવાબ નકારાત્મક હોય તો ફેકટરી ના માલિક વિરૂદ્ધ ગંભીર બેદરકારી નો ગુનો, બિન જામીન પાત્ર કલમ સાથે લગાડવો જોઈએ. આવા પ્રકરણમાંથી જવાબદાર
અધિકારીની બેદરકારી ગંભીર કિસ્સાઓ માં પરીણામિત થઈ રહી છે.
ગેમ ઝોન કાંડ માં પણ અધિકારીઓ એસોસિયેશન ના ઓથા હેઠળ, જવાબદારી અને તપાસ માં પોતાના નામો આવવાથી બચી ગયેલ, પણ શું ગંભીર બેદરકારી દાખવ્યા પછી, ગંભીર કિસ્સા બને, અને ત્યારે એસોસિયેશન ની ઓથ લઈ, છટકી જવું યોગ્ય છે ? એસોસિયેશન નો મતલબ ન્યાય માંગવા માટે, સામૂહિક ઉત્કર્ષ માટેનો હોય છે, ગંભીર ભૂલ કરી અધિકારીઓ પોતાનું નામ ઇંકવાયરી માંથી કઢાવવા માથે એ કેટલી યોગ્ય ?
દરમ્યાન જાણવા મળ્યા મુજબ હવે આ કારખાનુ સમુ નમુ થ તા ત્રણ ચાર મહીના થશે અને સાડા ત્રણ લાખ કીલો ફરસાણ રોજ બનતુ તે અટકી ગયુ છે






