AMRELI CITY / TALUKOGUJARATJAFRABAD

જાફરાબાદના વઢેરા ગામે કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો

યોગેશ કાનાબાર રાજુલા

જાફરાબાદના વઢેરા ગામે કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો

જીએચસીએલ ફાઉન્ડેશન દ્રારા જાફરાબાદનાં વઢેરાની ચાર આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની કીટ વિતરણ કરવામાં આવી.
પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળ વિકાસનું મહત્વનું અંગ છે જે સંદર્ભે જીએચસીએલ ફાઉન્ડેશન દ્રારા પોતાની સામાજીક પ્રતિબધ્ધતા દર્શાવતા વિધ્યાજ્યોત કાર્યક્રમનું અમલીકરણ રાજુલા અને જાફરાબાદ તાલુકાની 40 જેટલી આંગણવાડીઓમાં કરવામાં આવી રહ્યુ છે જેમા પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બાળકોની આંગણવાડીમાં નિયમીતતા તેમજ 3 થી 6 વર્ષનાં બાળકોનાં સર્વાંગી વિકાસને પ્રાધાન્ય તેમજ વાલીઓની સહભાગીતા વધારવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના ક્ષમતા વર્ધન અર્થે સમયાંતરે વિવિધ તાલીમો, મિટીંગો અને પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે. આ વિધ્યાજ્યોત પ્રોજેક્ટનો વ્યાપ વધારવા જાફરાબાદ તાલુકાનાં વઢેરા ગામની નવી ચાર આંગણવાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તકે સીડીપીઓ જાફરાબાદશ્રી રેખાબેન તેમજ વઢેરા ગામ પંચાયતનાં સરપંચશ્રી લખમણભાઇ દ્રારા તમામ આંગણવાડીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની કીટ અનુદાન કરવામાં આવી હતી જેમા, પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે જરૂરી રમત ગમતનાં સાધનો, મટીરીયલ તેમજ આંગણવાડી માટે જરૂરી સહાયક વસ્તુઓ શામેલ કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વદીપ શિક્ષણ વિકાસની ટીમ દ્રારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ ને સફળ બનાવવા જીએચસીએલ ફાઉન્ડેશનનાં સી.એસ.આર વિભાગમાંથી હનિફ કાળવાતર ખાસ ઉપસ્થિત રહેલા. તેમજ ગ્રામ્ય કક્ષાએથી 65 જેટલા વાલીગણ અને વૈશાલીબેન બાખલકીયા, વિજય સાંખટ તેમજ શૈલજા દેસાઇ એ જહેમત ઉઠાવેલી.

Back to top button
error: Content is protected !!