વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડનગર તાલુકાના છાબલિયા ગામના ભાવસિંહ કાનાજી ઠાકોરની પત્ની લક્ષ્મીબેન ને તકલીફ હોવાથી 4 ડિસેમ્બરના રોજ દ્રષ્ટિ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
જેવો તબીબ ડો.વસંતભાઈ પટેલે ગર્ભાશયનું ઓપરેશન કરવાનું કહ્યું હતું ત્યાર બાદ ઓપરેશન કર્યું, 6 ડિસેમ્બરના રોજ બપોરે કહ્યું કે તમારી પત્નીની તબીયત વધુ બગડી હોઈ તમે તાત્કાલિક વિસનગર ખાતે લઈ જાઓ.આથી પરિવાર મહિલાને વિસનગર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તપાસતાં મોત નીપજ્યું હતુ. મહિલાના મોતને લઈ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. માતાના મોતને લઈ ત્રણ બાળકો નોંધરા બની ગયા.
એનેસ્થેસિયા માટે પણ ડીગ્રી વગરના વ્યક્તિના ઉપયોગની ચર્ચા સામે આવી રહી છે ડોકટર દ્વારા ડિગ્રી વગરના લોકોનો ઉપયોગ કરી લોકોના જીવન સાથે ચેડાં કરી રહ્યા હોય તેવું લોકો જણાવી રહ્યા છે,ગાયનેક તબીબ નહીં હોવા છતાં ડો.વસંત પટેલે કર્યું કોથળીનું ઓપરેશન.
આ અંગે મહિલાના પતિ ભાવસિંહ ઠાકોરે જણાવ્યું હતુ કે કે મારી પત્નીનું મોત ડૉક્ટરની બેદરકારીને કારણે થયું છે.આ ડોકટર સર્જન તેઓ સ્ત્રી રોગના નિષ્ણાત ન હોવા છતાં પણ ઓપરેશન કરતાં તેનું મોત થયું છે. પૈસા પડાવવા જીવ સાથે ખીલવાડ કરી છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ અંગે વડનગર પોલીસ મથકે અરજી આપેલ છે પણ તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.