
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાના શિનોર મુકામે રહેતા શૈલેષભાઈ વસાવા આજે વડોદરા ખાતેથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને પરિવાર સાથે વહેલી સવારે શિનોર ખાતે ઘરે પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન સવાર ના આશરે 5 વાગ્યાની આસપાસ સુરાશામાળ થી શિનોર જવાના રોડ પર અચાનક એક નીલગાય આવી વેગેનાર ગાડી સાથે ધડાકાભેર અથડાતાં ગાડી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ગાડીમાં સવાર બે બાળકો સહિત કુલ ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં,જ્યારે વેગેનાર ગાડી ને મોટું નુકશાન થવા પામ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે શિનોર – સાધલી માર્ગ પર અવાર નવાર નીલગાય ના કારણે થતા અકસ્માતોના મામલે વન વિભાગ દ્વારા સત્વરે નિલગાયો ના કારણે થતા અકસ્માતો અટકે તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે.




