બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ દરમિયાન આણંદ જિલ્લાના ૫૪૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરાયા

બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ દરમિયાન આણંદ જિલ્લાના ૫૪૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી માહિતગાર કરાયા
તાહિર મેમણ – આણંદ 13/12/2024 – આણંદ જિલ્લામાં તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. આ બે દિવસે રવિ કૃષિ મહોત્સવ દરમિયાન આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર જી. સી. ભાલોડિયાના દિશાનિર્દેશ અનુસાર આણંદ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને તાલુકાવાર પ્રાકૃતિક ક્રૃષિના મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી.
જેમાં આણંદ જિલ્લાના ૫૪૦૦ જેટલા પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો એ મોડેલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આ મુલાકાતમાં ખેડૂતોને પ્રાકૃતિક ક્રૃષિના તમામ આયોમો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા પ્રાકૃતિક કૃષિનો નિદર્શન ખેડૂતોને બતાવવામાં આવ્યું હતું.
આ મુલાકાતમાં આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.




