AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ગેરકાયદેસર રીતે વિધવા મહિલાની જમીન પર કબજો કરવાનાં મામલામાં નવો વળાંક સામે આવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવાનાં પટેલપાડા ખાતે એક વિધવા મહિલાનાં કબજાની સરકારની ખાલસા કરેલ પડતર જમીન ઉપર બળ જબરીથી કબજો કરવામાં આવેલ હોય તેવા આક્ષેપો સાથે વિધવા મહિલાએ ડાંગ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સહીત કલેક્ટરમાં રજૂઆત કરી હતી. જો કે હવે આ મામલામાં નવો વળાંક સામે આવ્યો છે કારણ કે સામેવાળા પક્ષના મહિલા દ્વારા આહવા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે તેમજ વિધવા મહિલા દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવેલ હોય તેવી અરજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે.હાલમાં થોડા દિવસ અગાઉ આહવાનાં પટેલ પાડા ખાતે રહેતી આઈતિબેન લાહાનુભાઈ વારડેએ છ વ્યક્તિઓ સામે ડાંગ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સહીત કલેક્ટર ડાંગમાં અરજી કરી રજૂઆત કરવામાં આવેલ હતી.જોકે આ મામલે પરિવારના આ છ વ્યક્તિઓ પૈકીની મહિલા જાયદાબેન સાકીરભાઇ વાની દ્વારા આહવા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવેલ છે.જેમાં જાયદાબેન ની અરજીમાં જણાવ્યા અનુસાર, આઈતીબેન એ જમીન ઉપર કબજો કરેલ છે,અને 65 વર્ષની વૃદ્વાને દંડા અને લાકડાના ઘા ઝીંકી હુમલો કરેલ છે અને મારી નાખવાની ધમકી આપેલ છે જે બાબતની અરજી ડાંગ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં ખોટી અરજી કરવામાં આવેલ છે.અને પતિ સાકીર ભાઈને તથા કુટુંબ વિરુદ્ધમાં ખોટી અરજી કરી સમાજમાં તથા પતિના પોલીસ ખાતામાં છબી ખરાબ કરવાના ઇરાદે બદનક્ષી ભર્યું વર્તન કરવામાં આવેલ છે.આજ દિન સુધી પતિ સાકીરભાઇના ડાંગ જિલ્લાની  પ્રજા સાથે ગેરવર્તન કરેલ હોય તેવી એક પણ ફરિયાદ થઈ નથી. અને પોલીસ ખાતામાં પણ શિસ્તબદ્ધ નોકરી કરેલ છે.જાયદાબેન અને પરિવારે જે જમીન પર કબજો કરેલ છે તે જમીન  – પ્લોટ પર માત્રને માત્ર ચેતનભાઇ રામજીભાઈ નો કબજો છે. જેમાં જાયદાબેન અને તેમના પરિવારનો પણ કોઈ કબજો નથી જે પ્લોટ ઉપર જાયદાબેન તથા પરિવારને ચેતનભાઇ તથા એમના પત્નીએ તેમને ભેંસ બાંધવા માટે તથા ઘાસચારો કરવા માટે પ્લોટ સોંપી તેવો ચીખલી ખાતે નોકરી કરવા ગયા છે.અને આ પ્લોટ ઉપર પ્લોટ સર્વે નંબર ૧૭૬૬ માં કોઈ બળ જબરીથી કબજો કરેલ નથી.આ કબજો ચેતનભાઇ તથા એમના પત્ની ટીનાબેને ભેંસ બાંધવા માટે આપેલ છે.આરતીબેન નામે કે એમના બાપા દાદાના નામે કે આ જમીન માલિક બાબલીયા ભાઈના વારસદારમાં આઇતીબેન નથી. ત્યારે આ પ્લોટ જમીન સરકારના હસ્તકની છે.જેના ઉપર આઇતીબેન તથા 150 થી વધારે મકાનો દબાણમાં બનાવી રહેઠાણ કરેલ છે.આ આયતીબેન જાયદાબેન તથા પરિવારને માનસિક રીતે હેરાન કરવા તથા પરિવારને બદનામ કરવા માટે બદનક્ષી ભર્યું વર્તન કરે છે. તેવા આક્ષેપ સાથે જાયદાબેને આહવા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરી હતી. જોકે હવે આ સમગ્ર મામલો આગળ શું વળાંક  લેશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યુ..

Back to top button
error: Content is protected !!