
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં એક મહિલાને સાસરી પક્ષના સભ્યો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.અને પતિ ઘરથી બહાર કામનાં સ્થળ પર જાય એટલે તરત સાસુ – સસરા દ્વારા મહિલાને ત્રાસ આપવામાં આવતો હતો.જોકે આખરે કંટાળીને પીડિતાએ 181 અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો.વઘઈ તાલુકામાં પતિ કામ અર્થે બહાર ગયેલ હોય જેનો લાભ લઈને સાસુ-સસરા દારૂના નશામાં રહીને પીડિતાને હેરાન પરેશાન કરતા હતા.આ સ્થિતિમાં પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો અને પોતાની આપવીતી જણાવી હતી. જે બાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમના નેહા મકવાણા, હેતલબેન અને પાયલોટ ચંદ્રકાંતભાઇ તત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.તેમજ પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું હતુ.ત્યારે પીડિતાએ જણાવ્યુ હતુ કે,તેના લગ્નને પાંચ વર્ષ થયા છે અને તેને એક ત્રણ વર્ષની દીકરી છે.પતિનાં ગેરહાજરીમાં સાસુ-સસરા તેને ઘરમાંથી કાઢી મૂકતા,અપશબ્દો બોલતા અને મારઝૂડ કરતા હતા.જે બાદ 181 અભયમ ટીમે પીડિતાના સાસુ-સસરા સાથે વાતચીત કરી અને તેમને ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અને અપશબ્દો માટેની કલમો અંગે જાણ કરી હતી.આ ઉપરાંત, પીડિતાને ભરણપોષણ સહિતના કાનૂની હકો અંગે માર્ગદર્શન આપ્યું હતુ.આમ 181 મહિલા કુશળ કાઉન્સિલિંગની મદદથી પીડિત મહિલાને સાસુ-સસરાના ત્રાસમાંથી મુક્તિ મળી હતી.ત્યારે પીડીતા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી..




