MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના ડોળી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના દોડી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…..

 

સંતરામપુર તાલુકાના ડોળી ગામના ચમાર ફળિયા માં રહેતા પરમાર મીનાબેન કાન્તિભાઈના એક બંધ મકાન નાં દરવાજા નાં તાળાં નકુચા તોડી ને તસ્કરો એ મકાન માં પ્રવેશ કરીને લોખંડની તિજોરી તોડી ને તીજોરીમાં મુકેલ રોકડા રૂપિયા પચ્ચાસ હજાર તથા સોનાના બે દોરા તેમજ સોનાની વીંટી ને ફીક્સ ડિપોઝિટ રસીદ બે પાંચ પાંચ લાખની ચોરી કરીને ઘરવખરી વિગેરે વેરણછેરણ કરી ને ફરાર થઈ ગયેલા આ ચોરી નાં બનાવ અંગે પરમાર મીનાબેન કાન્તિભાઈના ઓ એ સંતરામપુર પોલીસ મથકે લેખિત માં ફરીયાદ આપતાં પોલીસે આ ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જોવા મળે છે.

મકાન માલિક ના જણાવ્યા મુજબ અમો અમારા ગામમાં જૂનું મકાન હોય અમો ત્યાં સુવા માટે ગયેલ હતાં. અને 13/12/2024 ના રોજ રાત્રીના સુમારે અમારા નવા મકાનમાં ચોરો ધૂસી પચાસ હજાર રોકડા તેમજ સોનાના દોરા બે તથા સોનાની વીટી અને મારા બેંક ના કાગળો તેમજ પાંચ-પાંચ લાખના બે એફડી કોઈક અજાણ્યા ઈસમો અમારા ઘરને ટાર્ગેટ કરી ઘરના તાળા તોડીને આ તમામ વસ્તુની ચોરી કરીને ફરાર થય ગયેલ છે. જેથી આ બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે મકાન માલિક દ્વારા આ બનાવની જાણ લેખિત માં કરી ચોરી થયાની ફરીયાદ નોંધાવી છે. અને માંગ કરી છે કે વ્હેલી તકે આની તપાસ થાય તેવી માંગ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!