GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કડકડતી ઠંડીમાં પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રાએ જરૂરીયાદ મંદ લોકોને જમાડીને હુંફ આપી માનવતા મહેકાવી

 

MORBI:મોરબી કડકડતી ઠંડીમાં પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રાએ જરૂરીયાદ મંદ લોકોને જમાડીને હુંફ આપી માનવતા મહેકાવી

 

 

મોરબી તાલુકા પીએસઆઈ અરૂણ કુમાર મિશ્રાએ બાળકોના ચહેરા પર હાથનો સ્પર્શ કરીને વ્હાલ કરીને હુંફની સાથે વ્હાલનો દરિયો વહાવ્યો

મોરબી તાલુકા પોલીસ‌‌ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અરૂણ કુમાર મિશ્રા ફરજની સાથે સમય મળ્યે સેવાકીય પ્રવૃતિઓમાં હાથ બટોરી સેવાનું ભાથું બાંધીને પુણ્યની સાથે ગરીબ લોકોમાં ભગવાનના આશિર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે આમ તો પોલીસનુ નામ સાંભળતા જ ભલભલા થથરી જાય છે અને ખાખી વર્દી જોતા જ લોકોમાં ફફડાટ વ્યાપી જાય છે પરંતુ અહીં ખાખીનો ખૌફ દુર કરીને ખાદીના સ્વભાવ સાથે સેવા કરતા પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રા હાડ થિજાવતી કડકડતી ઠંડીમાં શહેરના ખુણે ખુણે જઈને જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચી ભાવતા ભોજન જમાડીને કડકડતી ઠંડીમાં માનવતાની હુંફ આપી જઠરાગ્નિની ઠારી રહ્યા છે તે માનવતાને ચાર ચાંદ લગાડે તેવું ઉમદા કાર્ય કરીને મોરબી પોલીસનુ ગૌરવ વધારી પોલીસ પ્રજાની મિત્ર છે તે સાબિત કરીને એક ઈમાનદાર પોલીસ ઓફિસરે લોકોના દિલ જીતીને કડકડતી ઠંડીમાં ખાખી વર્દીમાં‌ મસીહા બનીને હુંફ આપતા પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રાએ મોરબી પોલીસમાં માનવતાનુ ઉમદા ઉદાહરણ પૂરું પાડી પોલીસ પ્રજાની મિત્ર છે તે અરૂણ કુમાર મિશ્રાએ સાબિત કર્યું છે ખાખીનો ખૌફ તો જોયો પણ દિલમાં દિલદારી મનમાં માનવતા કડકડતી ઠંડીમાં અડગ બની સેવાકીય પ્રવૃતિઓ કરતા અરૂણ કુમાર મિશ્રા કોઈ સામાન્ય માણસ નથી તેઓ મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ છે છતાં અભિમાન કે મોટપ કે પછી વર્દીનો પાવર નહીં પણ દિલમાંથી વર્ષે છે લોકો માટે પ્રેમ લોકો ખાખી વર્દીથી ડરતા હોય છે પણ અરૂણ કુમાર મિશ્રાએ ખાખીમાં પ્રેમની સરવાણી વહાવી ખાખીમાં લોકોને વ્હાલનો અનુભવ કરાવ્યો છે અને શહેરના ખુણે ખુણે જઈને જરૂરીયાત મંદ ગરીબ લોકો સુધી પહોંચીને તેમને જમાડીને પુણ્ય કમાઈ રહ્યા છે ત્યારે એમ કહેવાય કે દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ કર્મ કરીયે કામ આયે દુજા ન આવે સાથ પંછી પાની પીને સે ઘટે ન સરીતા નીર ધર્મ કીયે ધન ન ઘટે સહાય કરે રઘુવીર પીએસઆઇ દરજ્જાના માણસની સાદાઈએ મોટા માણસની મોટપને ઝાંખી પાડીને એક પોલીસની માનવીય સેવામાંથી અન્યને બોધ લેવા જેવો છે આજકાલ તમે જોવો જ છો ચોતરફ લાખો રૂપિયાની વાતો થાય છે પરંતુ પીએસઆઇની પોસ્ટ ધરાવતા અરૂણ કુમાર મિશ્રાની અડગ મનની લોકો પ્રત્યેની ભાવના નાતજાત તંવગર કે પછી અમીર ગરીબનો ભેદભાવ રાખ્યા વિના તેમના સુધી ચાલીને જમવાનું આપવા જતા હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોએ મોરબી વાસીઓના દિલ જીતીને અરૂણ કુમાર મિશ્રા‌ ખાખી વર્દીમાં‌ ફરજની સાથે મસીહા બનીને માણસ માણસ વચ્ચેની માનવતાની સુગંધ ફેલાવીને માણસાઈ ભુલી ગયેલાઓને પીએસઆઇની સેવાકીય પ્રવૃત્તિમાંથી કંઈક શીખવા જેવું ખરૂં તેમનો એક એવો વીડિયો કે જેમને બાળકના ચહેરા પર હાથનો સ્પર્શ કરીને વ્હાલ કરીને હુંફની સાથે વ્હાલનો દરિયો વહાવ્યો તે હ્દય સ્પર્શી જતું દ્રશ્ય મોટપ કરનારા લોકો માટે કંઇક કહી જાય છે આ ધરતી કોઈની થઈ નથી ને થવાની નથી તેમ છતાં માણસનો ઘમંડ ઓછો નથી થતો માણસને પૃથ્વી ઉપર એક અભિનેતા તરીકે મોકલેલ છે તમારે કેવો રોલ ભજવવાનો તમારે કેવો કીરદાર નિભાવવો તે તમારે નક્કી કરવાનું છે જેવું કરશો એવું ભોગવશો એટલે બધું આપણા હાથમાં છે જેથી પીએસઆઇ અરૂણ કુમાર મિશ્રા પદ કે પૈસા નહીં પણ માનવતાને મહત્વ આપીને માનવતા મહેકાવીને તેમની સેવાકીય પ્રવૃતિ ઉડીને‌ આંખે વળગે તેવી છે જેને સમગ્ર મોરબી પોલીસનુ ગૌરવ વધારીને લોકોનું ધ્યાન કેન્દ્રિત કરીને દિલ જીત્યા છે

Back to top button
error: Content is protected !!