રાજપીપલા બસ સ્ટેશનમાં મહિલાના પર્સ માંથી ૪૮ હજાર રૂપિયાની ચોરીના ગુનામાં પાંચ મહિલાઓની ગેંગ ઝડપાઈ
રાજપીપલા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ ના આધારે મહિલા ગેંગને ઝડપી પાડી
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા બસ સ્ટેશન માંથી બસમાં ચડતી વખતે એક મહિલાના પર્સ માંથી રૂ.૪૮૦૦૦/- ની ચોરી થઈ હતી જેની રાજપીપલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ આધારે રાજપીપલા પોલીસે કમાન્ડ કન્ટ્રોલ રાજપીપલાના સી.સી.ટી.વી ફૂટેજ તથા બસ સ્ટેશનના અને રાજપીપલા ટાઉનના અલગ-અલગ જગ્યાના સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરતા પાંચ મહીલા ચોરી બાબતે શંકાસ્પદ જણાતા શંકાસ્પદ મહીલાઓની તપાસ કરતા પોલીસ માણસોને બાતમી મળેલ કે સદર મહીલાઓ અંકલેશ્વરના અલગ-અલગ વિસ્તારમાં રહે છે જે માહિતી આધારે રાજપીપલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના માણસો અંકલેશ્વર ખાતે જઈ ચોરી બાબતે શંકાસ્પદ મહીલાઓની તપાસ કરતા (૧) કવિતાબેન તે સાગરભાઈ રાજુભાઇ હાથાગલી રહે.બાપુનગર બ્રીજની નીચે અંક્લેશ્વર (૨) કવિતાબેન તે મનોજભાઈ રામદાસ સાસાની રહે અંદાળા નવી વસાહત અંકલેશ્વર (૩) રીટાબેન તે રોશનભાઈ લક્ષ્મણભાઇ હાથાગલી રહે. મહાવીર ટર્નીંગ ” પાસે ઈન્દીરાનગર અંક્લેશ્વર (૪) ગંગાબેન તે રમેશભાઈ બાંડુભાઈ લોન્ડે રહે,અંદાળા નવી વસાહત ” અંકલેશ્વર (૫) સવીતાબેન તે રાજુભાઇ છગનભાઇ બોળખે રહે.વાલીયા ચોકડી રેલ્વે સ્ટેશન પાછળ પ્રતિક ચોકડી પાસે અંકલેશ્વરનાઓને સી.સી.ટી.વી. ફૂટેજ સાથે મેચ કરી ગુના બાબતે પુછતા રાજપીપલા બસ સ્ટેશન માં બસમાં ચઢતી વખતે ધક્કામુકી કરી એક મહિલાના લેડીજ પર્સ માંથી ચેન ખોલી રૂ.૪૮૦૦૦/- ની પોતે ચોરી કરેલાની કબુલાત કરતા આરોપીઓ ને રૂ.૨૭૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે