નવસારીમાં સ્નેચીંગ તથા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા નંબર પ્લેટ વગર ના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં સ્નેચિંગ તથા વાહન ચોરીના ગુનાઓમાં વધારો થતાં પ્લેટ વગર વાહન હંકારતા વાહન ચાલકો વિરુધ્ધ નવસારી જિલ્લા પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલની કડક સૂચનાથી ગતરોજ 14 તારીખે સ્નેચીંગના તથા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા સારૂ નંબર પ્લેટ વગરની અને નંબર પ્લેટ સાથે છેડા કરેલ વાહનો ડિટેઇન કરવા અંગેની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે નવસારી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ટીમો બનાવી વાહન ચેકીંગ કાર્યક્રમ રાખવામાં આવેલ જે વાહન ચેકીંગ દરમ્યાન પોઇન્ટ ઉપર આવતા જતા શંકાસ્પદ વાહનો ચેક અને ટ્રાફિક નિયમોનું ઉલ્લધંન કરનાર વાહન ચાલકો તથા રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશનોના પાર્કિંગ ચેક કરવામાં આવેલ હતા જે ડ્રાઇવ દરમ્યાન એમ.વી એક્ટ ૨૦૭ મુજબ કુલ-૯૧ વાહનો ડિટેઇન તથા કોર્ટ N.C. કુલ-૧૧ તથા રૂ.૩૩,૫૦૦/- દંડ વસુલ કરવામાં આવ્યું હતું.




