DAHODGUJARAT

દાહોદના મામા ફડકે સરકારી કુમાર છાત્રાલયના વિશાળ પ્રાંગણમાં બે વર્ષથી પડેલી કાટખાયેલી ભંગાર બની ગયેલી સાયકલોનો વિતરણ કરવામાં આવ્યું 

તા.૧૪.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના મામા ફડકે સરકારી કુમાર છાત્રાલયના વિશાળ પ્રાંગણમાં બે વર્ષથી પડેલી કાટખાયેલી ભંગાર બની ગયેલી સાયકલોનો વિતરણ કરવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે અનુસૂચિત જાતિની ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના અંતર્ગત વિના મૂલ્યે સાયકલનું વિતરણ કરવામાં આવે છે. અને આ જ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાની કેટલીક શાળાઓના વિશાળ પ્રાંગણમાં પણ ગાંધીનગરની ગ્રીનકો એજન્સી દ્વારા વર્ષ 2023 લખેલ સાયકલો હજારોની સંખ્યામાં ખડકી દેવામાં આવી હતી. દાહોદના મામા ફડકે સરકારી કુમાર છાત્રાલય ના વિશાળ પ્રાંગણમાં પણ તે સમયે આવી સાયકલો મોટી સંખ્યામાં ઉતારીને મૂકવામાં આવી હતી. તે સાયકલો કોઈકને કોઈક કારણસર વર્ષ 2023 માં ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં ન આવતા વરસાદની બબ્બે સીઝનમાં આ સાયકલો ખુલ્લામાં પડી રહેતા અને તે સાયકલોની આસપાસ ઝાડી ઝાંખરા ઊગી જતા આ સાઇકલો કાટ ખાઈને ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આ જૂની ભંગાર સાયકલોને સાફસુફ કરી કલર વડે રંગ રોગાન કરી તેનું વિતરણ કરવાની તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ધોરણ 8 માં પાસ થઈ ધોરણ નવમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના અંતર્ગત વિનામૂલ્યે વિતરણ કરવા વર્ષ 2023 લખાણ લખેલી સાયકલો કેટલીક શાળાઓના પ્રાંગણમાં ઉતારવામાં આવી તો ખરી પરંતુ વર્ષ 2023 માં શાળા પ્રવેશોત્સવ ટાણે કોઈને કોઈ કારણસર તે વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે તે સાયકલો હજારોની સંખ્યામાં શાળાઓના ખુલ્લા પ્રાંગણમાં પડી પડી કાટ ખાઈ ગઈ હતી. તેમ છતાં વર્ષ 2024 માં પણ શાળા પ્રવેશોત્સવ ટાણે કોઈને કોઈ કારણસર આ સાયકલોનું વિદ્યાર્થીનીઓમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું ન હતું. અને તે સાઇકલો આજ દિન સુધી ભંગાર હાલતમાં શાળાઓના પ્રાંગણમાં પટકી રાખી હતી. આ સાયકલો બાબતે છ માસ અગાઉ અમારા પ્રતિનિધિએ જે તે સમયના જવાબદાર એવા આદિજાતિ કમિશનરની રૂબરૂ મુલાકાત લઈ પૃચ્છા કરતા તેઓએ આ સાઇકલોનું વિતરણ ન કરવાની ઉપરથી સૂચના આવી હોવાનું જણાવી કોઈ બાબત છુપાવી આ મામલે પોતાનો લુલો બચાવ કર્યો હતો. જો તે વખતે ખડકી દેવાયેલી સાઇકલોનું વિતરણ ન કરવાની સૂચના ઉપરથી કયા વિભાગમાંથી કયા કારણોસર આપવામાં આવી હતી? તે ખરેખર તપાસનો વિષય છે. ત્યારબાદ આ સાયકલોનું વર્ષ 2024 માં પ્રવેશોત્સવ ટાણે પણ ધોરણ નવની અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓમાં વિના મૂલ્ય વિતરણ કરવામાં ના આવ્યું. અને આજ દિન સુધી તે સાયકલો ખુલ્લામાં ઝાડી ઝાંખરામાં પડી રહેવાના કારણે સાયકલોમાં કાટ લાગી જતા સાયકલો ભંગાર હાલતમાં બની ગઈ હતી. અને આ બાબતથી સંલગ્ન તંત્ર તેમજ તે તંત્રના અધિકારી વગેરે પૂરેપૂરા વાકેફ હોવા છતાં આ ભંગાર બની ગયેલી સાયકલો વિદ્યાર્થીનીઓમાં વિતરણ કરવાની હોય તેમ સંલગ્ન તંત્ર દ્વારા આ સાઈકલોને સાફસુફ કરી કલર દ્વારા તેનું રંગ કરી આ ભંગાર બની ગયેલી સાઇકલો વિદ્યાર્થીનીઓમાં વિતરણ કરવાની હોય તેમ લાગી રહ્યું છે અને કેટલીક શાળાઓમાં ટેમ્પોમાં આડેધડ સાયકલો ભરી રવાના કરી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે જો તે વખતે નવી નકોર સાયકલોનું વિતરણ ના કરવાની ઉપરથી સૂચના આપવામાં આવી હતી તો હવે આ ભંગાર બની ગયેલી સાયકલોને સાફસુફ કરી રંગ રોગાં કરી વિદ્યાર્થીનીઓમાં વિતરણ કરવાની સૂચના કેવી રીતે આપવામાં આવી? વર્ષ 2023 માં શાળા પ્રવેશોત્સવ ટાણે વિતરણ કરવામાં આવનાર સાયકલો તે વખતે કેમ વિતરણ કરવામાં ન આવી? વર્ષ 2024માં પણ શાળા પ્રવેશોત્સવ ટાણે કેમ વિતરણ કરવામાં ન આવી? આ સાયકલ વિતરણ ન કરવાનું સાચું કારણ શું? અને તે આદેશ કોણે આપ્યો? અને આ ભંગાર થઈ ગયેલ સાયકલો રંગ રોગાં કરી એકાએક વિતરણ કરવાની સૂચના કોને આપી? આ સાઇકલો વિદ્યાર્થીનીઓને વિતરણ કરવા માટે મંગાવી હતી તો તેનું વિતરણ ન કરી તેને ખુલ્લા મેદાનમાં ઝાડીઝાખરામાં લાંબા સમય સુધી મૂકી રાખવાનું કારણ શું? આ તમામ સવાલોના જવાબો જવાબદાર સંલગ્ન અધિકારી પાસે બબ્બે વર્ષથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત મળનારી સાયકલોથી વંચિત રહેલી ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓ માંગી રહી છે ત્યારે તે અધિકારી આ સવાલોના સાચા જવાબો આપશે કે નહીં તે જોવાનું રહ્યું! હાલ આવી ભંગાર બની ગયેલી સાયકલોને રંગ રોગાન કરી વિદ્યાર્થીનીઓમાં વિતરણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જિલ્લાના સામાજિક કાર્યકર જયેશ સંગાડાએ ભંગાર બની ગયેલી સાઇકલો વિદ્યાર્થીનીઓમા જો વિતરણ કરવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશું તેમ જણાવી આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!