
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
તરકવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક કિરણભાઈ પટેલ અને તેમના પત્ની કનકબેન પટેલ દ્વારા 1200 થી વધુ વિધાર્થીઓ ને સ્વેટરનું વિતરણ કરાયું
તરકવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક કિરણભાઈ પટેલ અને તેમના પત્ની કનકબેન પટેલ દ્વારા રેલ્લાવાડા જૂથની તમામ પ્રાથમિક શાળાઓમાં 1200 થી વધુ બાળકોને શિયાળાની ઋતુમાં ગરમ સ્વેટરનું દાન કરવામાં આવ્યું હતું. જૂથ પરિવારની તમામ શાળાઓએ તેમજ શિક્ષકોએ કિરણભાઈ અને તેમના પત્ની કનકબેન નો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો શિયાળાની ઋતુમાં બાળકોને સ્વેટર આપી શિક્ષક તરિકે એક સેવાકીય કાર્ય કર્યું હતું જેને સમાજ તેમજ શાળાના બાળકોએ આવકાર્યું હતુ અને ખુશી વ્યક્ત કરી હતી




