
તસ્વીર : કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ : ઉમરેઠ



શ્રી બાજખેડાવાળ યુવા સમિતિ-ઉમરેઠ દ્વારા બ્રાહ્મણોના પાટનગર સમાન ઉમરેઠ નગરમાં બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ અંતર્ગત કે બી દવે એન્ડ કંપની ટ્રોફી દ્વિ-દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેને ગત રોજ શ્રી અખિલ ભારતીય બાજખેડાવાળ હિતવર્ધક સભાના ઉપપ્રમુખ પ્રણવભાઇ જોશી (વકીલ) ના હસ્તે ખુલ્લી મુકવામાં આવેલ હતી.
આ ટુર્નામેન્ટમાં વિવિધ શહેરો ઉમરેઠ, ડાકોર, આણંદ, નડિયાદ, અમદાવાદ, વડોદરા, મહેમદાવાદ, થી બાજખેડાવાળ સમાજ યુવાનો ની ૮ ટીમો એ ભાગ લીધેલ હતો. જેના બાજ સુપર ઇલેવન અને BKBS – અમદાવાદ ની ટીમો વચ્ચે યોજાયેલ રોમાંચક ફાઇનલ મુકાબલામાં બાજ સુપર ઇલેવન નો ભવ્ય વિજય થયો હતો. આ સાથે ટુર્નામેન્ટ માં અદભુત પ્રદર્શન બદલ પૃથુ ભટ્ટ (મહેમદાવાદ) ને બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝ તેમજ દેવર્ષ જોશી ને બેસ્ટ બોલર (અમદાવાદ) જાહેર કરવામાં આવેલ.
આ ટુર્નામેન્ટ દરમ્યાન વિવિધ સામાજીક અગ્રણીઓ, ખાડિયાના માજી ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ, રુદ્રદત્તભાઈ શેલત, સંદીપભાઇ ત્રિવેદી, દીપકભાઈ શેલત, આશિકભાઈ મેહતા, ભાવેશભાઈ પંડ્યા, સુરેશભાઈ જોશી, યોગેશભાઈ શેલત અને ઉમરેઠ નગરપાલિકા ના પ્રમુખશ્રી કનુભાઈ બેંગલોરી, સમીર ત્રીવેદી,ધાર્મિક શુક્લ(શહેર મહામંત્રી ભાજપા),શ્રેણિક શુક્લ (વકીલ),ધ્રુમિલ શુક્લ(વકીલ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.




