વિજાપુર ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં રક્તપિત થી પીડાતા દર્દીઓનો સર્વે હાથ ધરાયો
જૂના મળી આવેલ તાલુકા માંથી ચાર દર્દીઓની સારવાર શરૂ કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મહાદેવપુરા (મહેશ્વર), માલોસણ,કુકરવાડા,રામપુર, ધનપુરા તેમજ શહેરી વિસ્તારો રક્તપિત પીડાતા દર્દીઓનો સર્વે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવા મા આવ્યો હતો જેમાં છેલ્લા પાંચ વર્ષ માં જ્યા રક્તપિત ના કેસો પોઝીટીવ આવેલ છે તેવા વિસ્તાર માં ધરે ધરે જઈ ધર ના તમામ વ્યક્તિઓની આરોગ્યની ટીમે રક્તપિત ની તપાસ હાથ ધરવામા આવ્યું હતુ. તાલુકાના પાંચ ગામ અને શહેરી વિસ્તાર માંથી મળી આવેલ જૂના રક્ત પિત થી પીડાતા ચાર જેટલા રક્તપિત ના દર્દીઓ ને સારવાર પ્રક્રિયા હાથ ધરી હતી.રોગ થી પીડાતા શરીર પર આછા લાલાશ પડતાં ચાઠાં.ચાઠાં માં સંવેદનાનો અભાવ હોય તેવા હાથના અને પગ ના આંગળા વળી ગયા હોય વિકૃતિ આવી ગઈ હોય આંખ ની ભમર પર ના વાળ ખરી ગયા હોય કાન ની બૂટ જાડી થઈ ગઈ હોય તેવા દર્દી ઓ ને શોધી ને વિના મૂલ્યે સરકાર દ્વારા સારવાર પૂરી પાડવામા આવનાર છે. જે માટે આરોગ્ય વિભાગે ટીમ નુ સુપર વિઝન તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ તેમજ તાલુકા સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતુ.રક્તપિત રોગ ની જન જાગૃતિ મા જોવા મળેલ અભાવ દૂર કરવા ટીમે જુદાજુદા ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારો મા સર્વે કામગીરી હાથ ધરી હતી.