મહેસાણા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા બાળ અને મહિલા અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળે તેવા સૌ સહિયારા પ્રયત્નો કરવા

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજજરે આજે મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત જિલ્લાના બાળ અધિકાર સંબંધિત તમામ કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક તેમજ જુવેનાઈલ એકટ હેઠળની સંસ્થાઓ તથા બાળકો સંબંધિત સરકારી સંસ્થાઓની મલાકાત પણ લીધી હતી.
આજરોજ મહેસાણા જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજરે સર્કિટ હાઉસ ખાતે લીધેલી સમીક્ષા બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની મીટીંગ અને પ્રેઝન્ટેશન બાદ જણાવ્યું હતું કે , બાળકોને શ્રેષ્ઠ , સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળે તેવા સૌ સાથે મળીને સહિયારા પ્રયત્નો કરીએ. આ બેઠકમાં અધ્યક્ષશ્રી એ આરોગ્ય, શિક્ષણ, સંકલિત બાળ વિકાસ યોજના ,જિલ્લાશ્રમ આયુક્ત અધિકારીશ્રી, જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી તેમજ સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રતિ નિધિ , જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વગેરે બાળ અને મહિલા વિભાગ સાથે સંકળાયેલ વિવિધ કચેરીઓની કામગીરીની માહિતી મેળવી હતી તેમજ સર્વ અધિકારીશ્રીઓને સૂચિત કર્યું હતું કે, ‘ તમે કામગીરીમાં અચાનક સરપ્રાઈઝ વિઝીટ કરો તેમજ ગ્રાસ રૂટ લેવલે તાલીમ પામેલા અધિકારીઓની કામગીરીનું અમલીકરણ થાય તેના માટે પણ પ્રયત્નો કરવામાં આવે.” અધ્યક્ષશ્રીએ આ તકે બાળકોના હિતને ધ્યાને લઈ બાળકોને મળતા અધિકારો અને રક્ષણના કાયદા સંદર્ભે અનુરોધ કર્યો હતો કે બનતો પ્રયત્ન કરીએ કે બાળકોને શ્રેષ્ઠ જીવન ધોરણ અને વાતાવરણ ઉપલબ્ધ કરાવી શકીએ.
અધ્યક્ષાશ્રીએ પાલાવાસણા પ્રાથમિક શાળા મધ્યાહન ભોજનની મુલાકાત લીધી. તેમજ અનુસૂચિત જાતિના છાત્રાલય અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ , નુગર અને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડની મુલાકાત લીધી હતી. તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગોની સંસ્થા ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન એ ડિવિઝનની પણ મુલાકાત લીધી હતી. તેમજ વિજાપુર ખાતે સેન્ટ જોસેફ સ્કૂલની પણ મુલાકાત લઈને સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ સાથે કામગીરીની માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો મેળવી બાળકો માટે હીતકારી કામગીરી કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો. મહેસાણા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના બાળ અને મહિલા અધિકારીઓ ની એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક માં જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ,જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઇ એસ ડી એસ, જિલ્લા પોલીસ અધિક્ષક,જિલ્લા પ્રાથમિક અધિકારી, ઉપસ્થિત રહ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બીરેનભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. કાપડિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદભાઈ ત્રિવેદી તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અનુસૂચિત જાતિ, બાળ સુરક્ષા એકમ અધિકારીશ્રી, શ્રી મદદનીશ્રમ આયુક્ત શ્રી , સમાજ સુરક્ષા અધિકારી કમ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી આરતીબેન બોરીચા તેમજ નાયબ કલેકટર મધ્યાહન ભોજન,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી,જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તથા તેમના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.





