આણંદના જય શ્રી ઓમ બન્ના ગૃહઉદ્યોગના રાજસ્થાની ચીકીના નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર કરાયા

આણંદના જય શ્રી ઓમ બન્ના ગૃહઉદ્યોગના રાજસ્થાની ચીકીના નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર કરાયા
તાહિર મેમણ – આણંદ – 16/12/2024 – રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકારતા આણંદના એડજયુડીકેટીંગ ઓફિસર આણંદ જિલ્લાના ફૂડ સેફટી ઓફિસર દ્વારા આણંદના જય શ્રી ઓમ બન્ના ગૃહ ઉદ્યોગ, ગોપાલ ચોકડી પાસે, વંદના શાહ લેબોરેટરીની બાજુમાંથી રાજસ્થાની ચીકીના પેક ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિક બોક્સ ખાદ્યચીજના નમૂના પૃથ્થકરણ અર્થે લેવામાં આવેલ હતા. તે ખાદ્ય ચીજના નમૂનાઓ કાયદામાં ઠરાવેલ ધારા-ધોરણ મુજબના ન હોય ફૂડ એનાલિસ્ટશ્રી ભુજ દ્વારા મિસ બ્રાન્ડેડ જાહેર થતાં તેમની સામે કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કેસ આણંદના એડજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રીની કોર્ટમાં ચાલી જતાં તેમના દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ધારાની કલમ-૫૨ હેઠળ સામાવાળા શ્રી નારાયણલાલ અમ્મારામ પ્રજાપતને રૂપિયા ૨૫ હજારનો દંડ કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.




