
રાજપીપલા નજીક વાવડી અને ધાનપોર ગામે સીએનજી પંપ ઉપર ડિજિટલ પેમેન્ટ નહિ સ્વીકારતા હોવાનો આક્ષેપ
અખિલ ભારતીય ગ્રાહક પંચાત નર્મદા દ્વારા જિલ્લા કલેકટરને મળી રૂબરૂ રજુઆત કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
વિશ્વ ડિજિટલ ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે ઉપરાંત આપડા વડાપ્રધાન પણ ડિજિટલ પેમેન્ટ માટે આહવાન કરે છે ત્યારે ગુજરાત ગેસના નર્મદા જિલ્લામાં આવેલ વાવડી અને ધાનપોર ગામે આવેલ પંપ ઉપર ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા નહીં હોવાની અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદન આપી ફરિયાદ કરવામાં આવી છે
આવેદનમાં જણાવ્યું હતું કે આપના તાબા હેઠળ ગુજરાત ગેસ ફીલીંગ સ્ટેશનન (1) વાવડી તથા (2) ધાનપોર ગામ પાસે આવેલ છે, જે બંને ગેસ સ્ટેશનમાં ડિજિટલ પેમેન્ટ સીસ્ટમ છેલ્લા છ માસથી એજન્સીના માણસો દ્વારા ચલાવવામાં આવતી નથી, તેમજ તમામ જગ્યાએ ૪ (ચાર) ગેસ ફિલીંગ પંપ પૈકીનાં ૨ (બે) જ ફિલીંગ પંપ પોઈન્ટ ચલાવવામાં આવે છે, જેથી ગ્રાહકોનોના સમયનો બગાડ થાય છે. વાહનોની લાંબી લાઈનો લાગે છે. તેમજ લાઈનમાં નંબર આવ્યા બાદ જ ગ્રાહકોને ખબર પડે છે કે અહી ડિજિટલ પેમેન્ટ સીસ્ટમ બંધ છે. ઘણી વખત ગ્રાહકો પાસે રોકડા નાણાં ન હોવાથી ગેસ પુરાવ્યા વિના જ પાછું ફરવું પડે છે. આવા સંજોગોમાં ગ્રાહકોનો સમય અને શક્તિ વેડફાય છે.જેથી અમારા આ સંગઠનની માંગ છે કે બંને ગેસ ફીલીંગ સ્ટેશનન (1) વાવડી તથા (2) ધાનપોરમાં તમામ ચાર ફીલીંગ પોઈન્ટ ચાલુ કરવામાં આવે તેમજ ડિજિટલ પેમેન્ટ સીસ્ટમ ચાલુ કરાવવા જરૂરી આદેશો આપવા રજુઆત કરી હતી



