GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
એલાઉન્સમાં વધારો કરી માત્ર પગાર વધારવાનો દેખાવ કરવો એ કર્મચારીનું શોષણ’- હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે ખાસ મામલે મહત્ત્વનું અવલોકન કર્યું છે. સરકારી કે ખાનગી સંસ્થાઓમાં અપાતા પગાર મુદ્દે હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. બેઝિક પગારમાં વધારો કર્યા સિવાય અપાતા એલાઉન્સ એ શોષણ સમાન છે, તેવી હાઈકોર્ટે ટકોર કરી છે. એલાઉન્સમાં વધારો કરી માત્ર પગાર વધારવાનો દેખાવ કરવો એ કર્મચારીનું શોષણ છે.
બેઝિક પગાર વધારે આ સિવાય આ પાતા તમામ એલાઉન્સિસ એ એમ્પ્લોયર તરફથી માત્ર દેખાવ છે.કર્મચારીને તેનો હક નહીં આપવા માટે હાઉસ રેન્ટ, એલાઉન્સ સ્પેશિયલ એલાઉન્સ જેવા વિવિધ મથાળાઓ હેઠળ અપાતા નાણા વિવાદનો વિષય છે.
તડજોડથી કરેલા સમાધાનથી કર્મચારીઓને તેમના હકથી વંચિત રાખી શકાય નહિ.આગામી સમયમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.




