BANASKANTHAGUJARATPALANPUR
એન. પી. પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કૉલેજમાં ફાઇનાન્સિયલ એજ્યુકેશન વર્કશોપ નું આયોજન

17 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન. પી. પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજ માં ફાઇનાન્સિયલ એજ્યુકેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મક્તબા કોલેજથી ડૉ. સિદ્ધિબેન અગ્રવાલએ રોકાણ વિશે માહિતી આપી તથા રોકાણ ક્યાં કરવું, કેવી રીતે કરવું વગેરેની માહિતી પણ આપી. આ સમગ્ર વર્કશોપનું આયોજન કોલેજના પ્રિન્સિપલ શ્રી ડોક્ટર મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સમસ્ત કોમર્સ વિભાગે કર્યું હતું.



