BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં મધુરમ પાર્ટી પ્લોટ નજીક કન્ટેનરે બાઇકને ટક્કર મારતાં ચાલકનું મોત

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આજે સવારે એક બાઈક સવારને કન્ટેનર ચાલકે બે મોટર સાયકલ ચાલકોને અડફેટેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય વ્યક્તિને ઈજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ મામલે ભરૂચ સી ડીવીઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા મધુરમ પાર્ટી પ્લોટ નજીક આજ રોજ સવારના સમયે એક કન્ટેનર ચાલક ભૂલથી શહેરમાં પ્રવેશી ગયો હતો.જોકે કન્ટેનર ચાલક આગળથી વળાવીને પુનઃ નેશનલ હાઈવે ઝાડેશ્વર ચોકડી તરફ જઈ રહ્યો હતો.આ સમયે તેણે પોતાના કન્ટેનરને પુર ઝડપે ભગાવી લાવતા મધુરમ પાર્ટી પ્લોટ નજીક આવેલા સ્પીડ બ્રેકર પાસે પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતાં ડિવાઇડર તોડીને કન્ટેનર સામેની બાજુએ આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
આ સમયે ઝાડેશ્વર ચોકડી તરફથી આવતા એક મોટર સાયકલ પર સવાર બે વ્યક્તિઓને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બંને મોટર સાયકલ સવાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. જેમાં ઘટના સ્થળ પર જ મોટર સાયકલ ચાલક સુરેશ લાલજીભાઈ છોડવરિયાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથેના પ્રેમજી પવનસિંહ રાજપૂતને ઇજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ મામલે ભરૂચ સી ડીવીઝન પોલીસે કન્ટેનર ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!