GIR GADHADAGIR SOMNATHGUJARAT

ગીર ગઢડા સરકારી હોસ્પિટલ માં પ્રસુતિ બાદ મહિલા દર્દીઓ ને સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ જમવાની વ્યવસ્થા કરવામાં ન આવતા દર્દીઓ હેરાન

સગર્ભા બહેનોની પ્રસુતિ દરમિયાન પણ ડોકટર હાજર ના હોઈ અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસુતિ કરાવવામાં આવતી હોય કોઈ ગંભીર બનાવ બને તો જવાબદાર કોણ ??

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા સરકારી હોસ્પિટલ માં પ્રસુતિ બાદ મહિલા દર્દીઓ ને સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ જમવાની વ્યવસ્થા કરવામાં ન આવતા દર્દીઓ હેરાન

સગર્ભા બહેનોની પ્રસુતિ દરમિયાન પણ ડોકટર હાજર ના હોઈ અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસુતિ કરાવવામાં આવતી હોય કોઈ ગંભીર બનાવ બને તો જવાબદાર કોણ ??

આ બાબતે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ના અધિકારી જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા ત્યાંના અધિકારી પાર્થ સેતા એ આ બાબતે કોઈ પણ પ્રકાર નો પ્રત્યુતર આપવાનો ઇન્કાર કર્યો હતો

ગીર ગઢડા સરકારી હોસ્પિટલ માં પ્રસુતિ બાદ મહિલા દર્દી ઓ ને ટિફિન ની વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી તેમજ પ્રસુતિ દરમિયાન જવાબદાર ડોકટર પણ હાજર ન રહેતા હોય અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોની પ્રસુતિ કરાવતા હોવાની વિગતો ત્યાં પ્રસુતિ બાદ રોકાયેલા દર્દીઓ પાસેથી સામે આવતા જવાબદાર અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે

ગીર ગઢડા સરકારી હોસ્પિટલ થોડાક ટાઈમ થી ચર્ચા નો વિષય બની છે ત્યારે ફરીવાર ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ચર્ચામાં આવી છે

થોડા દિવસ પહેલા એક સગર્ભા બહેન ની પ્રસ્તુતિ દરમિયાન જવાબદાર ડોકટર હાજર ના હોઈ અને અન્ય નર્સિંગ સ્ટાફ એ પ્રસ્તુતિ કરાવી હોવાનો બનાવ સામે આવ્યો હતો પરંતુ આજે ફરી વાર ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ચર્ચામાં આવી છે જેમાં ગીર ગઢડા સરકારી હોસ્પિટલ માં પ્રસુતિ દરમિયાન નિયમ મુજબ સરકારી હોસ્પિટલ તરફ થી જમવાની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ ગીર ગઢડા સરકારી હોસ્પિટલ માં પ્રસુતિ બાદ મહિલા દર્દી ઓને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેથી દૂર છેવાડાના ગામડાઓ માંથી આવતા સગર્ભા બહેનો ને પ્રસુતિ બાદ મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને દૂર છેવાડાના વિસ્તારો માંથી આવતા દર્દીઓ ને ઘરેથી ટિફિન મંગાવવા મજબૂર થવું પડે છે

અને પ્રસુતિ દરમિયાન પણ જવાબદાર ડોકડર હાજર રહેતા ના હોઈ અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસુતિ કરાવવામાં આવતી હોય તેવા અહેવાલો સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે

આ બાબતે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ના અધિકારી સેતા પાર્થ જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા તેને કોઈ પણ પ્રકાર નો પ્રતિઉતર આપવાની ના પાડી હતી અને પોતે પોતાની જવાબદારી માંથી છટકી રહ્યા હોઈ તેમ દરવાજો બંધ કરી અંદર જતા રહ્યા હતા અને દરવાજો અંદર થી બંધ કરી દિધો હતો.

સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આરોગ્ય પાછળ ખર્ચ કરે છે પરંતુ

હજી સુધી ગીર ગઢડા સરકારી હોસ્પિટલ માં પ્રસુતિ બાદ મહિલા દર્દી ઓને જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી અને છેવાડાના વિસ્તારોમાં થી આવતી સગર્ભા બહેનો ને પ્રસુતિ વખતે ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને દર્દીઓ આવા સરકાર શ્રી ની યોજનાઓ થી વંચિત રહી જાય છે

જો ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ની ઉચ્ચ કક્ષાએ થી યોગ્ય તપાસ કરવામાં આવે તો આવું તો ઘણું બહાર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે ..

શુ ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરી ભીનું સંકેલવા ના પ્રયત્નો કરશે તેવા સવાલો તાલુકાની જનતા માંથી ઉઠી રહ્યા છે

 

Back to top button
error: Content is protected !!