
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૭/૧૨/૨૦૨૪
વાગરા : એસ. આર. એફ. ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સ્પર્ધા અને શૈક્ષણિક મેળાનું પ્રાથમિક શાળા રહિયાદ ખાતે અયોજન તા. ૧૪ ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ૦૫ ગામોની (રહિયાદ, જોલવા, સુવા, અટાલી અને કલાદરા) શાળાના ૨૦૦ જેટલા બાળકો અને ૨૫ જેટલા શિક્ષકોએ તેમજ ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાના બાળકો માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું તેમજ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના શૈક્ષણિક ટી. એલ. એમ. પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શૈક્ષણિક સ્પર્ધાનુ શુભારંભ મુખ્ય અથિતિ ડૉ. પ્રવીણકુમાર સિંગ, તાલુકા હેલ્થ ઓફિસર, વાગરા, સી.આર.સી. કો-ઓર્ડિનેટર રામસિંગ બારીયા, એસ.આર.એફ. લિમિટેડના ભાવેશભાઈ ગોહિલ અને પંકજભાઈ પરમાર તેમજ ઉપરોક્ત ગામના એસ. એમ. સી. અધ્યક્ષ/અધ્યક્ષા, ગ્રામપંચાયત સદસ્યોના હસ્તે કરવામા આવ્યુ. તેમજ શાળાના આચાર્યો, શિક્ષકો અને શાળાના બાળકો ઉપસ્થિતિ રહ્યા હતા.
વિવિધ સ્પર્ધાઓ અને અલગ અલગ વિષય ઉપર જેવાકે ચિત્ર સ્પર્ધા, Spin a Yarn (વાર્તા સ્પર્ધા), કાવ્ય સ્પર્ધા, સ્પેલ બી સ્પર્ધા, કોયડા ઉકેલ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, કાવ્ય પઠન અને JAM (જસ્ટ અ મિનટ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધા પહેલા શાળા કક્ષાએ કરવામાં આવી હતી, જેમાંથી દરેક શાળામાથી પહેલા ક્રમે આવેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. જેમા દરેક સ્પર્ધામા દરેક શાળામાંથી 3૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
તાલુકા સ્તરે વિજેતા બાળકોને ઇનામ અને પ્રમાણપત્રનું વિતરણ મુખ્ય અથિતિ ડૉ.પ્રવીણકુમાર સિંગ (તાલુકા હેલ્થ ઓફિસર, વાગરા) સી. આર. સી. કો-ઓર્ડિનેટર, એસ.આર.એફ. લિમિટેડના ભાવેશભાઈ ગોહિલ અને પંકજભાઈ પરમાર ઉપરોક્ત ગામના એસ. એમ. સી. અધ્યક્ષ/અધ્યક્ષા, ગ્રામપંચાયત સદસ્યો દ્વારા કરવામા આવ્યુ. પ્રાથમિક શાળા રહિયાદના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
ડૉ.પ્રવીણકુમાર સિંગ અને એસ. આર. એફ. લિમિટેડના ભાવેશભાઈ ગોહિલ અને પંકજભાઈ પરમાર તથા આચાર્ય કપીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા બાળકોને પ્રોત્સાહન મળેલ છે તેમજ શૈક્ષણિક કાર્યમાં પણ મદદરૂપ થનાર છે. અંતે આ કાર્યક્રમની આભારવિધિ પ્રાથમિક શાળા રહિયાદના આચાર્ય કપીલ દ્વારા કરવામાં આવી.


