MAHISAGARSANTRAMPUR

મહિસાગર જિલ્લાના લુણાવાડા ની તણછીયા પ્રાથમિક શાળામાં થી ભાડૂતી શિક્ષિકા પકડાઈ

મહિસાગર જિલ્લાના લુણાવાડાની તણછીયા પ્રાથમીક શાળામાંથી ભાડૂતી શિક્ષક પકડાયો.

અમીન કોઠારી:- મહીસાગર

ધો.1થી5ની શાળામાં 20 બાળકો વચ્ચે બે શિક્ષકો છે. ત્યારે આચાર્યએ માસિક રૂા.5 હજારના પગારે ડમી શિક્ષક શાળામાં મુકીને પોતે રીસોર્ટ ચલાવતા હોવાનું બહાર આવતા શિક્ષણ વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે. બોગસ શિક્ષક જે જિલ્લામાંથી પકડાયો તે રાજયના શિક્ષણમંત્રીનો જિલ્લો છે.



મહીસાગર જિલ્લામા લુણાવાડા તાલુકામાં આવેલ તંછીયા પંચાયતમાં ભાડુતી શિક્ષિકા હોવા
શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલના સ્થાને મહિલા ઝીનલ પટેલ ભણાવી રહી હતી.

લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી આમ ચાલી રહ્યું છે. અને શાળાના આચાર્ય આ શિક્ષિકા બહેનને રૂા.5 હજાર પગાર આપી પોતાની ફરજ પર રાખ્યા હોવાની માહિતી આપી હતી.

જયારે આ બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડીડોંરને ભાડુતી શિક્ષિકા વિશે પુછતા તેઓએ કહ્યું કે હું તપાસ કરાવીને તમને જણાવું છુ .

પ્રાથમીક શાળાના આચાર્ય મુકેશ પટેલ અને તેમના ધર્મપત્નિ હાલોલ પાસેના રીસોર્ટના ભાગીદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. મુખ્ય શિક્ષક મુકેશભાઈ પટેલનો દિકરો નવસારીના જિલ્લા રજિસ્ટર હોવાથી, પોતે દમ મારી મફતમાં સરકારી પગાર લઈ રહ્યા છે. મુકેશ પટેલ રીસોર્ટ ચલાવતા શાળામાં પોતાની જગ્યાની ફરજ પર 5 હજાર રૂપિયાના પગારે ભાડે શિક્ષિકા મુકીને બાળકોના શિક્ષણ સાથે ચેંડા કરી રહ્યા છે જે કેટલે અંશે વ્યાજબી ગણાય??!!

અન્ય શાળામાં તપાસ થાય તેની હું માંગ કરું છું રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના જિલ્લામાં જો આમ હોય તો અન્ય સ્થળોએ કેવું હશે. મને આ બાબતની ખબર મળી હતી અને મેં પણ તપાસ કરાવી છે. અને આ બેન ભણાવે છે તે વાત સાચી છે. જેમ આ શાળામાં છે તેમ અન્ય શાળાઓમાં પણ આવા બનાવટી શિક્ષકો ભણાવી રહ્યા છે એની પણ તપાસ થાય તેની હું માંગ કરું છું.
– ગુલાબસિંહ ચૌહાણ, ધારાસભ્ય, લુણાવાડા.

Back to top button
error: Content is protected !!